Connect with us

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

Published

on

ભારે વરસાદના લીધે ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને સતત વરસતા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થાય તેવી વકી છે. ગુજરાતમાં વરસાદે પાંચ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. સતત વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહે અને છોડને સૂર્યપ્રકાશ મળી શકતો નથી જેના લીધે વિકાસ અટકે છે.  સતત પાણીના ભરાવાથી પાક પીળો પડી જાય છે અને સૂકાઈ જાય છે. ત્યારે લીંબડીમાં છેલ્લા એક પખવાડિયામાં વરસેલા ભારે વરસાદના કારણે મુળી વિસ્તારમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ પામી હોય તાત્કાલિક અસરથી ખેતરોમાં સર્વે કરીને નિષ્ફળ ગયેલા પાક અંગે વિમો ચુકવવાની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. લીંબડીમાં કિસાન સંઘના નેજા હેઠળ એકત્ર થયેલા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને વિમાની સહાય ચુકવવામાં દાખવાતી બેદરકારી અંગે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સુરેન્દ્રનગર

મહિનામાં 3 વાર પાણી આવ્યું છે, તે પણ અપૂરતું : ગ્રામજનો

Published

on

Water comes 3 times a month, it is also insufficient: villagers

લખતર તાલુકાનાં સદાદ ગામે પાણીની કપરી પરિસ્થિતિનાં કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. આ અંગે તંત્રને અનેક રજૂઆતો તેમજ અધિકારીઓની રૂબરૂ મુલાકાત બાદ પણ પાણીનો પ્રશ્ન હલ ન થતાં મહિલાઓ રોષે ભરાઈ હતી.સરપંચે અગાઉ લખતર મામલતદારને લેખિત રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ ગામમાં મામલતદાર, ટીડીઓ તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સંપની મુલાકાત કરવા આવ્યા હતા. ત્યારબાદ માત્ર 1 દિવસ અપૂરતું પાણી આપ્યું હતું. જેથી ગામની જરૂરિયાત પૂરી થાય તેવી પરિસ્થિતિ ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.સંપમાં ધીમે ધીમે પાણી શરૂ થતાં સાંજના 6 વાગ્યાના સુમારે ગામની મહિલાઓ સંપે પાણી ભરવા આવી હતી.

Water comes 3 times a month, it is also insufficient: villagers

પરંતુ લગભગ પાંચેક મિનિટ એક બેડું ભરાઈ તેટલું ધીમે પાણી આવતું હોવાથી મહિલાઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી. આ અંગે ગામનાં રંજનબેન, ગૌરીબેન, ભાવનાબેન વગેરે જણાવ્યું કે છેલ્લાં એકાદ મહિનામાં 3 વખત માંડ પાણી આવ્યું છે. તે પણ અપૂરતું છે. લોકોને પણ પાણી પૂરું પડતું નથી તેવામાં ઢોર ઢાંખરનું શું? પાણી ન આવતાં બહુ જ અગવડતા વેઠવી પડે છે.સરપંચ વીરમભાઈ રબારીએ જણાવ્યું કે, અમારા ગામમાં પાણી ન આવતું હોવાની રજૂઆત સતત 6 દિવસ સુધી પાણી પુરવઠામાં કરતા સાતમા દિવસે અધિકારીઓ મુલાકાતે આવેલ અને પાણી આપ્યું હતું. તે પણ અપૂરતું હતું. અમારા ગામમાં લોકો માટે 70,000 લીટર તેમજ પશુઓ માટે 20,000 લીટર પાણીની જરૂરિયાત થઈને કુલ 90,000 લીટર પાણીની જરૂરિયાત છે. તેની સામે હાલમાં 10,000 લીટર પાણી પણ ગામમાં મળતું નથી. આ અંગે અનેક રજૂઆતો કરી છે હવે જો 2 દિવસમાં પૂરતું પાણી નહીં મળી રહે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Continue Reading

સુરેન્દ્રનગર

ગામ દ્વારા સામૂહિક વીજ બિલ ભરવાના બહિષ્કારની ચીમકી

Published

on

Village boycott of mass electricity bill

વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં ગ્રામજનો દ્વારા 2015થી વીજપ્રશ્નોની અનેકવાર રજૂઆતો કરવા છતાં હલ ન થતા રોષ ફેલાયો છે. આથી સોમવારે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા વડાપ્રધાન સહિત ઉચ્ચકક્ષાઅે લેખિતમાં રજૂઅત કરી વીજ અધિકારીને આવેદન આપ્યું હતું. વઢવાણ તાલુકાના ખેરાળી ગામમાં અંદાજે 7500 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે.ત્યારે 2015થી લઇને આજદિન સુધી વીજપુરવઠાનો પ્રશ્ન હલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ડોડીયા, ચાવડા હર્ષદભાઈ, મકવાણા ગૌતમભાઈ, ચમનભાઇ પારઘી સહિતના ગ્રામજનોઅે લેખિતમાં વડાપ્રધાન તેમજ ગાંધીનગર અને જિલ્લાકક્ષાના જુદા જુદા વિભાગોને રજૂઆત સાથે વીજ અધિકારીને સોમવારે આવેદન આપ્યું હતું.

Village boycott of mass electricity bill

જેમ‍ાં જણાવ્યા મુજબ ગામમાં વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવા, વીજ સેવા નિયમોનુસાર પૂરી ન પાડવા, અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન તથા જવાબ આપવા રજૂઅાત કરાઇ હતી.આ ઉપરાંત ગામથી 1.5 કિમી દૂર આવેલા જેટકો સબ સ્ટેશનથી અલગ ફિડર કરવા, પાયલોટ પ્રોજેકેટ બનાવી ખેરાળી સુધી ફીડર લાઇન અંડર ગ્રાઉન્ડ કરવાની દરખાસ્ત-પ્રપોજલ બનાવવા નવીનતમ પ્રયોગ હાથ ધરવા અને છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેનો કાયમી નિરાકરણ લાવવાની માગ કરી હતી.અને જો કોઇ પગલા લેવામાં નહીં અાવે તો ન છૂટકે સંવૈધાનિકક લડત કરવાની તેમજ ગામ અને ગ્રામપંચાયત દ્વારા વીજવિભાગ વિરૂધ્ધ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. સમગ્ર ગામ દ્વારા સામૂહિક રીતે વીજ બિલ ભરવાનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર ફેલાઇ હતી.

Continue Reading

સુરેન્દ્રનગર

વધેલું સારું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવાનો પ્રયાસ

Published

on

Trying to deliver increased good food to the hungry

સુરેન્દ્રનગરમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 2019માં રોબીન હુડ આર્મી થકી એક સેવાકાર્ય શરૂ કરાયુ હતુ.જેમાં સેવાભાવી સંસ્થાન લોકોની મદદથી ભુખ્યાને ભોજન કરાવાય છે. કોઇ પ્રસંગોમાં વધેલુ ભોજન બગાડ ન થાય માટે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની સેવા 20 હજાર લોકોને ભોજન પૂરું પાડતું સેવાનું વટવૃક્ષ બની ગયુ છે.યુરોપીયન દેશીમાં પ્રચલીત છે રોબીન હુડ નામનો બહારવટીયો જે રાજાઓ અને અમીરોને લુંટી ગરીબ અને જરૂરીયાત મંદોને મદદ કરતો હતો.ત્યારે સુરેન્દ્રનગર ખાતે ઓગસ્ટ-2019 માં મેડીકલ કોલેજ ના અમુક વિદ્યાર્થીઓ દ્વારા અને પછી ડો દિવ્યરાજસિંહ પરમાર રોબીનહુડ આર્મી બનાવાઇ છે.જે ગરીબ બાળકોને દર અઠવાડિયે ગરમ–તાજું તથા સ્વાથ્યવર્ધક ભોજન કરાવેછે.જે નાનકડી શરૂઆત આર્મી બની હવે 20,000 લોકોને ભોજન પુરૂ પાડતુ વડવૃક્ષ બની ગયુ છે.

Trying to deliver increased good food to the hungry

જેમાં 50થી વધુ રોબીનજેઓ કોમ્પયુટર એન્જીનીય રિદ્ધિ દવે અને બંસી કોટેચા, ટીસીએસ ઇન્ફોસીસ જેવી ખ્યાતનામ IT કંપની માં કામ કરે છે.દીપ વડનગરા અને પાયલબેન ડોક્ટર, ધવલભાઈ શિક્ષક છે તો વ્યોમ કે તેજસ્વી હજુ 10-12 ધોરણ માં ભણે છે. ઘણી વાર મોટા જથ્થા માં ભોજન વિતરણ કરવાનું હોય તો મેડીકલ કોલેજ ના વિદ્યાર્થી /વિદ્યાર્થ ીની ઓ સ્વયમસેવક તરીકે જોડાય છે.આ અંગે સ્વયંસેવકોએ જણાવ્યુકે કોરોનાની બીજી લહેરમાં વિદેશથી અનેક લોકોએ લાખો રૂપિયાની સામગ્રી પૂરી પાડેલી તેનાથીએ સમયમાં જેઓના કામ ધંધા બંધ હતા તેવા અનેક પરિવારોને અનાજ, તેલ વગેરે કીટ, સ્વચ્છતા માઠે રોબીન મહિલા ગ્રુપે રી-યુજેબલ સેનેટરી નેપકીન્સના વિતરણની ઝુંબેશપણ ચલાવેછે .કોરોના સમયમાં જરૂરીયા તમંદોને ટીફીન, ઓક્સીજન બોટલ, વૃધ્ધોની દેખરેખ, રસીકરણ, માસ્ક વિતરણ સેવાઆપી હતી.સંસ્થા રોટી ડે ઉજવણી કરી લોકોને વ્હોટ્સએપથી રોટલી દાન કરવાનુ કરી કેત્ર કરી ભુખ્યાલોકોને ભોજન અપા છે. જ્યારે 9409043 060 નંબર જાહેર કરાયો છે.જેમાં વધારાનો ખોરાક હોય તો નજીકના રોબીન હુડ આવી તે ભોજન યોગ્ય સ્થાને વહેચણીની સેવા આપે છે.

Continue Reading
Uncategorized11 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized11 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized11 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized11 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized11 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized12 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized12 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending