વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થયું હતું, જે એક વિશેષ પૂર્ણ ગ્રહણ હતું. હવે વર્ષનું બીજું સૂર્યગ્રહણ ઓક્ટોબરમાં થશે. આ એક વલયાકાર ગ્રહણ હશે, જેને રીંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખગોળશાસ્ત્રના નિષ્ણાતો માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે.
વલયાકાર સૂર્યગ્રહણ શું છે: વૈજ્ઞાનિકોના મતે, ચંદ્ર સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકતો નથી ત્યારે વલયાકાર સૂર્યગ્રહણ થાય છે. જેના કારણે સૂર્યની બહારની ધાર તેજસ્વી વલયની જેમ દેખાય છે.
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે: વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર, 2024, બુધવારના રોજ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ રાત્રે 09:13 વાગ્યે શરૂ થશે અને 03:17 વાગ્યે સમાપ્ત થશે. આ વલયાકાર સૂર્યગ્રહણ કુલ 6 કલાક 04 મિનિટ સુધી ચાલશે.
શું ભારતમાં દેખાશે સૂર્યગ્રહણ – જે રીતે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં નહોતું જોવા મળ્યું તેવી જ રીતે વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ દેશમાં દેખાશે નહીં. જો કે, આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય વિસ્તારો, આર્જેન્ટિના અને પેરુ, ફિજી, ચિલી, બ્રાઝિલ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરમાં દેખાશે.
શું ભારતમાં સુતક સમયગાળો માન્ય રહેશે – ભારતમાં ગ્રહણ ન દેખાતું હોવાને કારણે, સૂર્યગ્રહણનો સુતક સમયગાળો પણ દેશમાં માન્ય રહેશે નહીં.
વર્ષ 2025માં વર્ષનું પ્રથમ અને બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે? આ પછી વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ થશે.
ગ્રહણ દરમિયાન શું કરવું-
1. ગ્રહણ શરૂ થતા પહેલા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
2. ગ્રહણના સમયગાળા દરમિયાન વ્યક્તિએ મનમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ.
3. સૂર્યગ્રહણ દરમિયાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
4. ગ્રહણ પૂર્ણ થયા બાદ ફરી એકવાર સ્નાન કરવું જોઈએ.
5. ગ્રહણના સમયગાળામાં ખાવા-પીવામાં તુલસીના પાન ઉમેરવા જોઈએ.
