મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી મળી આવતા તેને સિઝ કરાયું છે. મહેસાણા dysp મંજીતા વણઝારાને આ બાબતે માહિતી મળતા ફૂડ એન્ડ ડ્રગ્ વિભાગે મહેસાણાના રાધનપુર રોડ પર દયાનંદ સોસાયટીમાં અને વડનગરમા તપાસ આદરી હતી. જ્યાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં લુઝ ઘી અને ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના 4 સેમ્પલ લેવાયા છે. અને રૂ.84470 નું 1035 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. તો આજે ઊંઝામાં પણ જીરું અને વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. જેમાં 552 બોરી શંકાસ્પદ જીરુંના નમૂના લઈને કાર્યવાહી કરાઈ છે.
- Advertisement -
Latest News
- Advertisement -