મહત્તમ પશુપાલન અને ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લાના વ્યારાની દૂધ મંડળીની મહિલાઓએ પીએમ નરેન્દ્ર મોદીને પત્રો લખ્યા છે. દેશમાં ચાલી રહેલા વિદેશી ખાનગી ડેરીઓને ફ્રી ડ્યુટી આયાતની છૂટ આપવાના પ્રયાસને પગલે પીએમ સહીત સ્થાનિક સુમુલ ડેરીના ડિરેકટરને પત્ર લખી રજુઆત કરી વિરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ખાનગી ડેરીઓને ફ્રી ડ્યુટી આયાતની છૂટ આપી આરઇસીપીના કરારો કરી ભારત દેશમાં દૂધ સહિત વિવિધ ડેરી પેદાશોની મુક્તપણે વ્યાપાર કરવાની સંમતિ આપવાના થઈ રહેલા પ્રયાસોને કારણે ગુજરાતને અને દેશના પશુપાલકોનો વ્યવસાય પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે તાપી જિલ્લાની મહિલા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે.