ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. પ્રજાના સવાલ ઉપર ભડકતા ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયો સંખેડાના ભાજપ ધારાસભ્ય અભેસિંહ તડવીનો હોવાનું જાણવા મળ્યુ છે.
મળતી માહિતી મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ઉગ્ર થઈ ગયા હતા. પ્રજાનો અવાજ દબાવતા હોય તેમ અવાજ બંધ કરવા જણાવ્યું હતું. આવાસનો સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને ધારાસભ્યએ તગેડી મૂક્યો હતો. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય મતદારોને કહી રહ્યા છે કે, અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે તેમ અભેસિંહે જણાવ્યું હતું. મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી, તેમ પણ ધારાસભ્યએ કહ્યું હતું.
https://twitter.com/TheSquirrelin/status/1364918982633906178?s=20
મહત્વનું છે કે, આ વીડિયો નસવાડી તાલુકાના હરિપુરા ગામનો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. એક તરફ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને વિનમ્રતા દાખવવા ટકોર કરી છે, ત્યારે બીજી તરફ સંખેડાના ધારાસભ્ય આ ટકોરને ઘોળી પી રહ્યા છે