Connect with us

પંચમહાલ

પંચમહાલ-ચાલીયા રાખનાર સિંધી બંધુઓનું સન્માન કરાયું

Published

on

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ચાલીસ દિવસ સુધી ઉજવાતો ચાલિયા સાહેબના મહોત્સવનુ સમાપન થયુ છે. સિંધી સમાજના ઇષ્ટદેવ જૂલેલાલ ભગવાનને સર્મપિત એવા આ ઉત્સવ ચાલીસ દિવસ ચાલતો હોવાથી તેને ચાલિયા મહોત્સવ કહેવામા આવે છે. ભાઇઓ -બહેનો તેની ઉજવણી ભારે ધાર્મિક શ્રધ્ધા સાથે ભક્તિભાવ પુર્વક કરે છે. હાલમા ચાલિયા મહોત્સવ સમાપન થઈ ગયા બાદ સાઈ ક્રિષ્ના ઓર્કેસ્ટાર દ્વારા ચાલિયા રાખનારનો સન્માન શાંતિ પ્રકાશ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાઈ મનીષલાલને સાઈ ક્રિષ્ના ઓર્કેસ્ટાર દ્વારા સમાજના ભાઈઓ બહેનો તેમજ અગ્રણીઓની ઉપસ્થીતીમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. સાઈ મનીષલાલ આ પ્રસંગે હાજર રહી અને સિંધી સમાજના નાગરિકોને આશીર્વાદ આપ્યા હતા. અને તેમણે ચાલિયા રાખનારને પ્રસાદી તેમના હસ્તે વિતરણ કરી હતી. ઇન્ટરનેશનલ ગુજરાતી સુપરસ્ટાર ઉમેશ બારોટ અને મહેશ ગઢવીને સાઈ ક્રિષ્ના ઓરકેસ્ટ્રાની ધુને ગુજરાતી ગરબા ગીતો રજુ કરતા ભાઈઓ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ગોધરા સિંધી સમાજના પ્રમુખ કિશોરીમલ ભાયાણી, કમલેશ શર્મા, મનુભાઈ ભગત, સુરેશભાઈ દેરાઈ, મુરલીભાઈ મુલચંદાણી, પ્રદીપભાઈ ધનાણી, જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંચમહાલ

ગોધરા-તંત્ર દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરાઈ

Published

on

ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગાઇડલાઇન મુજબ ગણેશ પ્રતિમાનુ વિસર્જન કરવામા આવશે. પાલિકાતંત્રમાં ભક્તો મુર્તિનૂ વિસર્જન કરી શકે તે માટે કૃત્રિમ તળાવો શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર કરવામા આવ્યા છે. વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે. ગોધરા શહેરમાં સ્થાપિત કરેલ પાંચ દિવસના આ ગણેશ પ્રતિમાઓનૂ વિસર્જન માટે પાલિકા દ્વારા તૈયાર કરવામા આવેલા કુત્રિમ તળાવોમાં કરવામા આવશે.

શહેરમાં આવેલા રામસાગર, કનેલાવ તળાવોમાં ગણેશ પ્રતિમાની મુર્તિઓના વિસર્જન નહી કરવા સુચન કરવામા આવ્યૂ છે. કોરોનાની મહામારીને લઈને આ વખતે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઉભા કરવામા આવ્યા. ગોધરા શહેરમાં લાલબાગ ટેકરી,એસઆરપી ગ્રુપ સામે, સમ્રાટ નગર, રોટરી સ્કુલ સામે કૃત્રિમ તળાવો બનાવામાં આવ્યા છે. જેમાં વિસર્જન કરવામા આવશે. ગોધરા શહેરમાં પણ નગરજનો દ્વારા ઘરે સ્થાપવામા આવેલી મુર્તિઓનૂ વિસર્જન કરવામાં આવશે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે તે માટે પોલીસનો બંદોબસ્ત રાખવામા આવ્યો છે.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ : તળાવમાં ડૂબતા યુવાનનું મોત

Published

on

પંચમહાલ જીલ્લાના નાદરવા ગામે મુખ્ય તળાવ જે સિંચાઈ માટે વપરાય છે ત્યારે સ્થાનિકો દ્વારા તળાવમા આવેલી મચ્છી પણ પકડવામાં આવે છે જેમાં 1લી તારીખના રોજ મકવાણા ફળિયામા રહેતા રાજેશભાઇ મકવાણા તેમના ઘર માટે મચ્છી પકડવા તળાવમા ગયા હતા. જેમાં મચ્છી પકડતા તળાવમા પગ લપસી જતા તળાવમા ગરકાવ થયા હતા. ઘરના સભ્યો દ્વારા રાજેશભાઈની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેને કોઈ જાણ થઈ ન હતી ઘરમાં ફક્ત તેમના પિતા અને બીમાર હાલત હોવાના કારણે તેમને કોઈ અરજી કે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી

જેને લઈ આજ રોજ સવારના સમયે વ્યક્તિ દૂધ ભરવા જતા સમયે તેમને તળાવમાં કોઈ ડૂબી ગયેલું હોય તેવું દેખાયું હતું તેની વાત પવનવેગે ફરતા જોત જોતામાં ગામના લોકોનો ટોડે ટોળા ભેગા થયા હતા જેમાં સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદે ભારે જહેમત બાદ મૃતદેહ તળાવની મધ્ય માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

Published

on

પંચમહાલના હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના સાથરોટા ગામે પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ચાલતા શ્રાવણિયા જુગાર પર છાપો મારી 11 ખેલીઓને 60,500/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ પોલીસ મથકના પી.આઇ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પત્તાપાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે

જે બાતમીને આધારે પી.આઇ. જાડેજાએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને માહિતી આપી સાથરોટા ગામે ચાલતા જુગારધામ પર છાપો મારવા સૂચના આપી હતી. જેને લઇ હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે સાથરોટા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર છાપો મારતા હાર-જીતનો પત્તાપાનાનો પૈસા વડે જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસની ટીમે 11 ખેલીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.