Connect with us

નર્મદા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર ત્રિરંગામાં રંગાયું

Published

on

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 1000 ફૂટ લાંબો ત્રિરંગો ફેરવવામાં આવ્યો હતો. નર્મદાના કેવડિયા ખાતે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી. કર્ણાટકથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવા આવેલા આ પ્રવાસીઓએ ત્રિરંગાની ગરિમા જાળવવા માટે ક્યાંય પણ ઝંડો નીચે ન સ્પર્શે તે પ્રકારે સમગ્ર પરિસરમાં ત્રિરંગાને સાચવીને ફર્યા હતા. આ હજાર ફુટના ત્રિરંગો બનાવવામાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. નર્મદા કેવડિયા કોલોની ખાતે કર્ણાટકથી 17 જેટલી બસોમાં 800 લોકો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવો પહોંચ્યા હતા.  તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં તમામ મહેમાનોએ 1000 ફુટનો ત્રિરંગો માનવ સાંકળ રચી હતી, જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખો નજારો સર્જાયો હતો. કર્ણાટકથી 17 જેટલી બસોમાં 800 લોકો દ્વારા 1000 ફૂટનો ત્રિરંગો ફેરવવામાં આવ્યો હતો. જેને લઇને આયોજકોએ જણાવ્યું કે, રાષ્ટ્રભાવના અને એકતાને સંદેશ આપવા માટે આ પ્રવાસ ખેડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસે 800 લોકો બસ માર્ગે આવ્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નર્મદા

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

Published

on

By

આજરોજ રાજ્ય વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાની વિજયકુચ જાળવી રાખી છે. ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રિતેશભાઇ વસાવાએ તેમના નજીકના હરીફ અપક્ષ છોટુભાઈ વસાવાને ૨૩૫૫૨ જેટલા મતોથી પરાજય આપીને ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે બીટીપીના સર્વેસર્વા ગણાતા છોટુભાઈ વસાવા છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક જીતતા આવ્યા હતા. હાલમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણી દરમિયાન બીટીપી ના અન્ય પાર્ટી સાથેના ગઠબંધનની વાતને લઇને છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે વિવાદ સર્જાતા આ ચુંટણીમાં છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી.

અત્રે નોંધનીય છેકે ગત તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી અગાઉ છોટુભાઈ વસાવાના નજીકના ગણાતા પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપાએ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પણ કબજે કરી લીધી હતી. હાલની ચુંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સભા સંબોધી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષોથી આધિપત્ય જાળવી રાખનાર છોટુભાઈ વસાવાને હાર આપીને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિષ્ઠિત ગણાતી ઝઘડિયા બેઠક કબજે કરી લીધી હતી. વિજયી ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થકોમાં આનંદનું મોજુ ફેલાયુ હતું. સર્વત્ર ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. વિજયી ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં કાર્યકરો ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ઐતિહાસિક વિજયનો આનંદ લેતા નજરે પડતા હતા.

Continue Reading

નર્મદા

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 22 હજાર 254 મતોના જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.​​​​​​​

બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

Continue Reading

નર્મદા

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.

જિલ્લામાં સરેરાશ 78 ટકા મતદાન થયું હતું

નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

નાંદોદ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં થશે. જ્યારે ડેડિયાપાડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 23 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 2 બેઠકોની મતગણતરી કુલ 28 ટેબલ પર 45 રાઉન્ડમાં હાથ ધરાશે. નાંદોદમાં 155 જેટલાં તેમજ ડેડિયાપાડામાં 155 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સિક્યુરિટી પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF, પોલીસ આધિકારીઓ 400 જેટલા ગોઠવવામાં આવેલા છે.

ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે. તો નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

Continue Reading
Uncategorized2 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ14 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized14 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ22 mins ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ27 mins ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

સ્પોર્ટ્સ29 mins ago

ધોની આગામી IPL સિઝન કેમ રમવા માંગે છે? આ સૌથી મોટું કારણ હોઈ શકે છે

સ્પોર્ટ્સ31 mins ago

આ ખેલાડીના આગમનથી ટીમ ઈન્ડિયાની તાકાત થઈ બમણી, ભારતને જીતાડશે ICC ટ્રોફી!

સ્પોર્ટ્સ34 mins ago

WTC ટ્રોફી જીતતાની સાથે જ રોહિત રચશે ઈતિહાસ, રેકોર્ડ બનાવનાર પ્રથમ કેપ્ટન બનશે

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending