Connect with us

દેવભુમિ દ્વારકા

દ્વારકામાં ઢોરો અને આખાલાઓનો ત્રાસ , લોકોને બહાર નીકળવામાં લાગે છે ભય

Published

on

દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં ઢોરનો ત્રાસ વધતા લોકો ઘરની બહાર નીકળતા પણ ભય અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના બાળકોની ચિંતા તેમના માતા-પિતાને ખૂબ થવા લાગી છે. આખલાઓના આતંકના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયાના દરબાર ગઢ, નગર ગેઇટ, જોધપુર ગેઇટ, મિલન ચાર રસ્તા, રેલવે સ્ટેશન રોડ, સંધિ પાડો, ભઠ્ઠી ચોક, બેઠક રોડ, સહિત ના વિસ્તારમાં આખલાઓ રોડ ઉપર જમાવીને બેસે છે

 

તેના લીધે ટ્રાફિક જામ થાય છે. તેમજ વાહનચાલકોને  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરીજનો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો  જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવેતરના શ્રીગણેશ કર્યા

Published

on

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં તેમજ આગામી દિવસોમાં વાવણીલાયક વરસાદ થવાના વરતારાને લઇ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર કરવાનું શરૂ કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કલ્યાણપુર અને ભાણવર પંથક સહિતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

ત્યારે ખંભાળિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. જ્યારે ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળાઓ પુર પણ આવ્યા હતા. તેમજ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ આપ્યો હોવાથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી બળદોને કુમકુમ તિલક કરી અને મોં મીઠા કરાવી શુભ ચોઘડીએ હરખની લાગણી સાથે ચોમાસા પાકની વાવણીના શ્રીગણેશ કર્યા છે.

Continue Reading

દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-ભાણવડના અમુક ગામોમાં વાવણીલાયક વરસાદ

Published

on

Sowable rain in some villages of Khambhaliya-Bhanwad of Devbhoomi Dwarka

ભાસ્કર ન્યૂઝ|/સુરજકરાડી/દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ભાણવડ અને કલ્યાણપુરના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ હતી.જેમાં અમુક ગામોના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.ઓખા-મીઠાપુર પંથકમાં પણ મૌસમનો પ્રથમ ઘીંગો વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ખંભાળીયા શહેરમાં બપોરના એકાદ વાગ્યાના સુમારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જોરદાર ઝાપટા પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફળી વળ્યા હતા.

Sowable rain in some villages of Khambhaliya-Bhanwad of Devbhoomi Dwarka

અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદ છવાયો હતો.ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખંભાળીયા તાલુકાના સોનારડી, બેહ, બેરાજા, ભાડથર ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ થયો હતો તેમજ હંજડાપર અને ગોલણ શેરડીના ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળા અને છેલળાઓમાં પૂર આવ્યા હતા તેમજ કલ્યાણપુર તાલુકાના રાણ-લિબંડી, માળી સહિતના ગામોમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયાના જાણવા મળ્યું હતું ભાણવડના ગ્રામ્ય પંથકમાં પણ અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.

Continue Reading

ગુજરાત

હવે ગુજરાતીઓએ ગોવા જવાની જરુર નથી….શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય સ્તર જેવો બનાવાશે

Published

on

By

શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્‍યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવી તકો ઉત્પન્ન થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્‍લાના શિવરાજપુરના બ્‍લૂ ફલેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું.

ફેઝ-2 માં શિવરાજપુર બીચનું 80 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. કુલ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બીચ બનાવવામાં આવશે.

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઈવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. મહત્વનું છે કેઉલ્લેખનીય છે કે, ગુજરાત ટુરિઝમ એવોર્ડ-૨૦૨૦માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તીર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે.

Continue Reading
Uncategorized56 mins ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized1 hour ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized1 hour ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized17 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized17 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized17 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized18 hours ago

ગૂગલ મેપ્સમાં યુઝર્સ માટે ઉમેરાયેલું આ નવું ફીચર તમારા માટે ઉપયોગી થશે

Uncategorized18 hours ago

સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે 6 મહિનામાં નિર્ણય કરોઃ કર્ણાટક હાઈકોર્ટ

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Trending