Connect with us

બનાસકાંઠા

વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોના જતનનો સંદેશ અપાયો

Published

on

પાલનપુર સામઢી હનુમાનપુરા ખાતે વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. પાલનપુરની કસ્તુરબા બાલ વિદ્યાલયના જન્મદિવસ નિમિત્તે આ અનોખુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને જીલ્લાશિક્ષણ સમિતિના ચેરમેનની ઉપસ્થિતીમાં વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોના જતનનો સંદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, પાલનપુર તાલુકાના સામઢી ખાતે હનુમાનપુરામાં આવેલી કસ્તુરબા બાલ વિધાલયને છ વર્ષ પુર્ણ થતાં શાળાના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ રાકેશ બારોટ, પંચમ ઈન્ટરનેશનલ ગ્રુપના દર્શનાબેન વ્યાસ, જીલ્લા શિક્ષણસમિતી ચેરમેન લક્ષ્મીબેન કરેણ તેમજ સાગર પુરબીયાની હાજરીમાં કેક કાપી શાળાના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી. સદવિચાર ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સદવિચાર ફાઉન્ડેશન દ્રારા શાળાને પુસ્તકો ભેટ આપી લાયબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. શાળામાં આવેલા વૃક્ષોના જતન માટે વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોના જતન માટેનો સંદેશો પાઠવ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

Published

on

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવો સુકાઇ જતાં કોરા કટ પડ્યા છે. વન્ય જીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યારે ધાનેરા શહેરની ઓળખસમા મામા બાપજીના મંદિર આગળ આવેલું પવિત્ર તળાવ પણ સુકાઇ રહ્યું છે.ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઇ હોય તો તે માત્ર મામા બાપજીનું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે.

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up

 

ગણપતિ વિસર્જન હોય કે દશામાંની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિ ભાવ સાથે મામા બાપજીના તળાવ પર આવતા હોય છે. જો કે હવે જેમ-જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ મામા બાપજીના મંદિર આગળ આવેલું તળાવ સુકાઇ રહ્યું છે.તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણી વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવા ભાવિ સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજીના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.

Continue Reading

બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

Published

on

Policeman commits suicide by choking himself, cause of suicide intact

મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે  ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

Policeman commits suicide by choking himself, cause of suicide intact

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

Continue Reading

બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

Published

on

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના  આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.

Crowds take whole village hostage to avenge girl's death, video goes viral

જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.

 

Continue Reading
ગુજરાત5 hours ago

ઓરીનો એક દર્દી અન્ય 18 લોકોને કરી શકે છે સંક્રમિત,WHOએ જણાવ્યું કે કેટલો જીવલેણ હોઈ શકે છે આ વાયરસ

આણંદ19 hours ago

આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

આણંદ20 hours ago

આણંદ જિલ્લામાં માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

આણંદ20 hours ago

આણંદની સાત બેઠકો પર 17.66 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

નર્મદા20 hours ago

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો સંદર્ભે “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો

નર્મદા20 hours ago

નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખેલાશે જંગ

નર્મદા20 hours ago

નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

પંચમહાલ20 hours ago

પંચમહાલ જીલ્લાની આ બેઠક પર કોંગી ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે

ગુજરાત4 weeks ago

બોમ્બે હાઈકોર્ટે: OSA હેઠળ પોલીસ સ્ટેશન પ્રતિબંધિત સ્થળ નથી, પરિસરમાં વિડિયો રેકોર્ડિંગ ગુનો નથી

ગુજરાત3 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

નેશનલ4 weeks ago

હવે એ ફોર એપલને બદલે અર્જુન અને બી ફોર બલરામ, નવા મૂળાક્ષરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા2 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ2 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત3 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

આણંદ1 week ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Gujarat Assembly Elections 20223 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Trending