Connect with us

ગુજરાત

કોરોનાના સંક્રમણને લઈ હવે આ પરીક્ષાઓ મોકૂફ રખાઈ

Chintan Mistry

Published

on

ગુજરાતમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધતાં રૂપાણી સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. તેમજ કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સ્કૂલ અને કોલેજો 23મીથી શરુ થવાની હતી તે નિર્ણય હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીએ પરીક્ષાઓ મોકૂફ રાખી છે.

આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્વારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. તેમજ નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

પરીક્ષાર્થીઓને નવી તારીખ એસએમએસ-ઈમેઈલ મારફતે મોકલવામાં આવશે. તો બીજીબાજુ આવતીકાલે લેવામાં આવનાર જીટીયુની પીએચડી પ્રવેશની પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Chintan Mistry

Published

on

અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણ રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે 10 થી 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે. જાહેરનામા મુજબ, અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

જેથી લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.

Continue Reading

ગુજરાત

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

Chintan Mistry

Published

on

દેશમાં કોરોના વાયરસના કેસ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત એવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ રાજ્યોમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ સામેલ રહ્યા હતા.

આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે આ બેઠકમાં હાજર રહ્યા નહતા. બેઠકમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યું કે હવે રાજ્યમાં 100 ટકા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. મીટિંગમાં પીએમ મોદીએ હરિયાણાના સીએમને કહ્યું કે અમને નંબર નહીં કોરોનાની વિરુદ્ધ રાજ્ય સરકારે ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપો.

Continue Reading

અમદાવાદ

ગુજરાતમાં આવી રહી છે આ કંપનીની વેક્સિન, જાણો ક્યાં અને ક્યારે આવશે…

Chintan Mistry

Published

on

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. દેશમાં કોરોનાની વેક્સિન પર કામ ઝડપથી થઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં વેક્સિનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2-3 દિવસમાં કોવેક્સિન ગુજરાતમાં આવી પહોંચશે.

કોવેક્સિનને ભારતીય ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા સિવિલ ખાતે કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવશે. કો-વેક્સિન સોલા સિવિલ ખાતે લવાશે. જેમાં પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કર્યા છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ યોજાવાની છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. તેવામાં કોવેક્સિન ટ્રાયલ માટે ગુજરાત આવતા લોકોને થોડી રાહત પણ થઈ છે.

Continue Reading
નેશનલ7 hours ago

કોરોનાનો કહેર વધતા આ રાજ્યએ જાહેર કર્યુ નાઈટ કર્ફ્યૂ

બીઝનેસ9 hours ago

ભારતની આ સોશિયલ મીડિયા એપને ખરીદશે ગૂગલ, 1 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારી

વર્લ્ડ14 hours ago

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

વર્લ્ડ16 hours ago

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

નેશનલ17 hours ago

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

જાણવા જેવું1 day ago

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

અમદાવાદ1 day ago

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત1 day ago

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

ધર્મદર્શન4 weeks ago

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ3 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત4 weeks ago

ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા શંકરસિંહ બાપૂની નવી રણનીતિ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.