20મી જૂનને મંગળવારે શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક પોલીસે શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસની આ જાહેરાત 19/6/2023 થી 20/06/2023 સુધી અમલી રહેશે. રથયાત્રા શરૂ થાય ત્યારથી તેની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે.
આ જાહેરાતનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33 ની જોગવાઈ હેઠળ 19/6/2023 ના રોજ સવારના 00.00 કલાકથી મહત્તમ સમય મર્યાદાને આધીન રહેશે. 20/06/2023 ના રોજ શરૂ થનારી રથયાત્રા જ્યાં પૂર્ણ ન થઈ હોય તેને સીધી કરવાની રહેશે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.#RathYatraAhmedabad #roadsafety #AhmedabadTrafficPolice pic.twitter.com/4nP2q0ODV6
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 17, 2023
પોલીસના જાહેરનામા મુજબ બંધ રસ્તાની વાત કરીએ તો ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સલંગપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દેલ્હી ચકલા, શાહપુર દરવાજ, રંગीला चोकी, R.C. હાઈસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક અને ગોલીમડા રોડ બંધ રહેશે. આ રસ્તો બંધ હોવાથી ટ્રાફિક પોલીસે તેનો વૈકલ્પિક માર્ગ પણ જાહેર કર્યો છે.