Connect with us

વર્લ્ડ

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

Published

on

પાકિસ્તાનની પ્રથમ મહિલા બુશરા બેગમ ઈમરાન ખાન સાથે લગ્ન બાદ સમગ્ર દુનિયા માટે એક કોયડો બની છે. હવે નિકાહના લાંબા સમય બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની રહસ્યમય પત્ની સાથે પોતાના સંબંધોને લઈને અનેક ખુલાસા કર્યા છે. ઇમરાન ખાનની પત્ની બુશરા બેગમ તેની સુંદરતાને લઈને પહેલાથી જ ચર્ચામાં રહી હતી. ત્યારે હવે ઈમરાન ખાને પત્નીને લઈ કેટલાક ખુલાસા કર્યા છે.

ઈમરાન ખાને કહ્યું કે, તેમની પત્ની ખુબ જ બુદ્ધીશાળી છે. તે સરકાર સાથે સંકળાયેલા દરેક મુદ્દે પોતાની પત્ની સાથે વાતચીત અને ચર્ચા કરે છે. એટલે એમ પણ કહી શકાય કે પાકિસ્તાનના પીએમ પોતાની પત્નીને પૂછીને જ નિર્ણય લે છે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે બુશરા બેગમ પર પડદા પાછળ રહી સરકાર ચલાવવાના આરોપ લાગી રહ્યા છે.

એટલુ જ નહીં બુશરા બેગમ કાળા જાદુ કરતી હોવાના આરોપો પણ લાગી ચુક્યા છે.ઈમરાન ખાને જર્મનીની પત્રિકા ડેર સ્પીગલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારી પત્ની સાથે દરેક મુદ્દે ચર્ચા કરૂ છું. તેમાં સરકાર ચલાવતા આવતી મુશ્કેલીઓ પણ સામેલ છે. મહત્વનું છે કે આ પહેલા ઈમરાન ખાનની પાર્ટીની મહિલા સાંસદ ઉજ્મા કારદારની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી જેમાં તે જણાવી રહી હતી કે પાકિસ્તાનનું સંચાલન ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી જ કરી રહી છે.

વર્લ્ડ

WHOના મુખ્ય વૈજ્ઞાનિકે લોકડાઉન પર ચેતવ્યાં

Published

on

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને લૉકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લૉકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને રોકવા માટે લોકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે. આ દરમિયાન તેમણે વેક્સીનના ડોઝ અંગે પણ ચર્ચા કરી હતી.

અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ડૉક્ટર સ્વામીનાથને કહ્યુ કે, ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે.

આ મહામારીની ચોક્કસથી કોઈ અન્ય લહેરો પણ હોઈ શકે છે. WHO તરફથી કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે 8થી 12 અઠવાડિયાનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે.

Continue Reading

જાણવા જેવું

નવી શોધ, હવે દુનિયામાં 7 નહિં 8 ખંડ, રહસ્યથી ભરપુર છે ઝીલેન્ડિયા ખંડ

Published

on

દુનિયામાં સાત ખંડો છે એવી સામાન્ય સમજ છે, પરંતુ હકીકતે તો આઠ ખંડ છે. આઠમા ખંડનું નામ ઝીલેન્ડિયા છે. આઠમા ખંડ વિશે સૌપ્રથમ દાવો ૧૬૪૨માં નેધરલેન્ડના સંશોધક અબેલ તસ્માને કર્યો હતો. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં પણ આવો જ દાવો થયો છે.

અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણમાં જણાયું હતું કે ઝીલેન્ડિયા ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ જેવડો જ વિશાળ હતો, પરંતુ કાળક્રમે એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. સેટેલાઈટ ઈમેજના આધારે ડેટા એકઠો કરીને આ ખંડની ટેક્ટોનિક પ્લેટની ઓળખ કરવામાં આવી હતી.

ખંડનો હિસ્સો અને પાણીનો હિસ્સો ખાસ ટેકનોલોજીથી અલગ કરીને તેનું વિશ્લેષણ કરાયું ત્યારે સંશોધકોને જણાયું કે ઝીલેન્ડિયા ખંડ ઘણો વિશાળ છે. એક સમયે ગોંડવાના મહાખંડ અસ્તિત્વમાં હતો. એ વખતે અમેરિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, એન્ટાર્કટિકા ખંડ અને આફ્રિકા ખંડ ભારતીય ઉપખંડ સાથે જોડાયેલા હતા. એટલે કે તેમની પ્લેટ એક હતી, સમયાંતરે ભૂસ્તરીય હિલચાલ થવાના કારણે આ પ્લેટો અલગ પડી હતી અને નવા ખંડો સર્જાયા હતા. વિજ્ઞાનિકોએ જેને ગોંડવાના નામનો મહાખંડ ગણાવ્યો હતો. તેમાં પાંચ ટકા જમીન ઝીલેન્ડિયાની હતી. અત્યારે આ ખંડ ન્યુઝીલેન્ડ નજીક ૯૪ ટકા સુધી દરિયામાં ગરકાવ છે. તેનો માત્ર થોડોક હિસ્સો નાનકડા ટાપુની જેમ બહાર દેખાય છે. જોકે, ખંડની વ્યાખ્યા બાબતે વિજ્ઞાનીઓમાં મતભેદો છે. ઝીલેન્ડિયાનો એ પરંપરાગત વ્યાખ્યામાં મેળ બેસતો ન હોવાથી તેને અલગ ખંડ ગણવામાં આવતો નથી.

Continue Reading

વર્લ્ડ

કોરોના કરતા વધુ ઘાતક હોઈ શકે છે “ડિસીઝ X “, અનેકના મોતની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Published

on

હાલ સમગ્ર દુનિયા કોરોન વાયરસથી છુટકારો મેળવવા મથી રહી છે. એવામાં વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ ઘાતક વાયરસ અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાભરમાં ડિસીઝ એક્સ નામની મહામારી આગામી સમયમાં સામે આવી શકે છે જેના કારણે કરોડો લોકોના મોત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ રોગ ઇબોલા વાયરસ જેવો જીવલેણ સાબિત થઈ શકે છે. હેલમહોલ્ટ્ઝ-સેન્ટરના ડો.જોસેફ સેટલે કહ્યું, કે “પ્રાણીની કોઈપણ જાતિ રોગનું કારણ બની શકે છે.” જો કે, ઉંદર અને ચામાચીડિયા જેવી પ્રજાતિઓ વધુ હોય ત્યાં રોગના સ્ત્રોતની સંભાવના વધારે છે. તેમણે કહ્યું કે તે પ્રજાતિઓની અનુકૂલનક્ષમતા પર આધારીત છે.

વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, આ રોગના કારણે 7 કરોડથી વધુ લોકોના મોત થઈ શકે છે. જોકે, હાલ આ રોગ અંગે વધુ કંઈ જાણી શકાયુ નથી. પરંતુ આ અજાણ્યો રોગ આગામી રોગચાળો બની શકે છે. તેનો એક દર્દી કોંગોમાંથી મળી આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) નો અંદાજ છે કે દર વર્ષે આ રોગના આશરે એક અબજ કેસ થઈ શકે છે અને અનેક લોકોના મૃત્યુ થઈ શકે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે ડિસીઝ એક્સ બ્લેક ડેથ કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે છે.

Continue Reading
રાજકોટ15 hours ago

રાજકોટ : MLA અંબરીશ ડેરના સમર્થનમાં NSUI

રાજકોટ15 hours ago

રાજકોટ : કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર, તેલના ડબ્બા સાથે કર્યો વિરોધ

પંચમહાલ15 hours ago

પંચમહાલ : રેતીચોરીની આશંકાએ ખાણ ખનીજ વિભાગની સરપ્રાઇઝ ચેકીંગ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : ધાનેરા ન.પા.માં ભાજપના ૬ બળવાખોર સભ્યો સામે કાર્યવાહી, સસ્પેન્ડ લેટર થયોવાયરલ

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમા યાત્રિકો સાથે ઉઘાડી લૂંટ હવે નહિ ચલાવી લેવાય, કલેકટરે યાત્રિકોની સુવિધા માટે 6 ટીમોની કરી રચના

બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના વાસણા ગામે પુષ્પો પાથરી કંકુ પગલાથી દીકરીના વધામણાં

અમરેલી16 hours ago

અમરેલી : રેલવે જમીન મુદ્દે રેલ રોકો આંદોલન ઉપવાસનો મામલો,

ગુજરાત16 hours ago

નેશનલ : અજિત ડોભાલે શંઘાઈની બેઠકમાં ભાગ લીધો, સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ

સુરત3 weeks ago

સુરત: કરોડો ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ, 3 સામે ગુનો

બનાસકાંઠા3 weeks ago

બનાસકાંઠા : ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

પાટણ3 weeks ago

પાટણ : કુણઘેર સ્થિત મોક્ષેશ્વર મુક્તિધામમાં પ્રભુ શિવની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી

Uncategorized3 weeks ago

રાજકોટ : માં નકલી ફેવિપિરાવિરનો જથ્થો પકડાયો

અમરેલી6 days ago

અમરેલી : જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં માછીમારો નુકસાન પામેલી બોટ સહાય કરતી રૂપાણી સરકાર

સાબરકાંઠા3 weeks ago

સાબરકાઠાં : જિલ્લાના વાતવરણમાં પલટો, ઇડર, વડાલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું

જુનાગઢ3 days ago

જુનાગઢ : માંગરોળ તાલુકામાં વરસાદ બાદ હવે વાવણીના શ્રીગણેશ

જુનાગઢ3 weeks ago

જુનાગઢ : વંથલી સી.એચ. સી સેન્ટર ખાતે 18 થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.