ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા ચુંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન
• ચુંટણી પંચના નિયમોની ફજેતી અને સાથે જ ખોટા આંકડા જાહેર કરી ખર્ચ છુપાવવામાં આવ્યો.
• ચુંટણીના છેલ્લા ૪૮ કલાકના જાહેરનામાનો ભંગ કરીને પણ આ પેજ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી એટલે એને લાગતો પણ ગુનો નોંધી ગંભીરતા પૂર્વક કાર્યવાહી કરવામાં આવે.
• ઉમેદવાર ભુપેન્દ્ર પટેલના નામ સાથે સંકળાયેલા રાજકીય પેજ પર ચૂંટણી આચાર સહિતાનું ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચ કાર્યવાહી કરી તેમનું ધારાસભ્ય પદ રદ કરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધિત કરતા પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે નરેન્દ્ર-ભુપેન્દ્ર નામના ફેસબુક પેઈજ પર ભુપેન્દ્ર પટેલના સાથે સંકળાયેલા આ પેજે મેટા પોલિસીનું વાયોલેશન- ઉલ્લંઘન કર્યું. ડિસ્કલેમરમાં પેજ સાથે શું લેવાદેવા છે એ અંગે ચોખવટથી ના જણાવ્યું અને ફેન પેજના નામે દેખાડો કરી સત્તાવાર રીતે ભાજપ દ્વારા પેજ હેન્ડલ થતું હોવાનું છુપાવ્યું, જે એક એક્સપોઝમાં બહાર આવ્યુ કે ડિસ્કલેમરમાં જે વેબસાઈટ આપવામાં આવી છે એ વેબસાઈટ જ્યાંથી હેન્ડલ થાય છે એ આઈપી પરથી ભાજપની ઓફિશિયલ વેબસાઇટ્સ હેન્ડલ થાય છે. વળી અત્યારે આ પેજ ડીલીટ કરવામાં આવેલ છે તેની સાથે દર્શાવેલ વેબસાઈટ www.gujarat2022.com અને ફોન નંબર 6357054354 પણ બંધ આવે છે.
આ પેજ પર રન થયેલી અનેક જાહેરાતો અનુસાર ભુપેન્દ્ર પટેલને વિધાનસભા ઉમેદવાર તરીકે જેટલો ખર્ચ કરવાની ચૂંટણી પંચની અનુમતિ હતી એના કરતાં વધારેનો ખર્ચ કરવામાં આવ્યો. ભુપેન્દ્ર પટેલ ને ભાજપ દ્વારા ૩૦ લાખ રૂપિયા અને સ્વ ખર્ચ ૧૫ હજાર રૂપિયા ચૂંટણી દરમિયાન આવેલ અને તેમને કુલ ૧૮,૭૪,૦૪૯ ખર્ચ કરેલ જેમાં તેમણે ફક્ત વોઇસ મેલ માટે રૂ ૪,૨૦૬ કરેલ હતો પરંતુ ફેસબુક એડ માટેનો કોઈ ખર્ચ બતાવેલ નથી.
ઉપરોક્ત બાબતોમાં ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરી ભુપેન્દ્ર પટેલનું ધારાસભ્ય પદ રદ્દ કરે તેવી માંગણી કરવામાં આવે છે. તો બીજી તરફ ભુપેન્દ્ર પટેલના નામ અને ફોટો સાથે ભાજપ દ્વારા જ ઓફિશિયલી (બહાર દેખાડવા અનઓફિશિયલી) આ પેજ પર જાહેરાતો રન કરવા ૫૫ લાખ કરતાં વધારે રૂપિયા ક્યાંથી આવ્યા, આ સમગ્ર બિનહિસાબી નાણાં અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ED તાત્કાલિક તપાસ કરીને જપ્તી તેમજ ધરપકડની કાર્યવાહી કરે – એમાં જે ઝડપ વિપક્ષના નેતાઓ પર કાર્યવાહીમાં રખાય છે એવી જ રાખવામાં આવે.
આ એક ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન તો છે જ સાથે સાથે ભાજપના ૫૫ લાખના બિનહિસાબી નાણાંના ગેરકાયદેસર ઉપયોગનો ખુલાસો પણ કરે છે, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવેલું એક મોટું સ્કેમ છે. જેની હેઠળ ખોટી સ્માર્ટનેસ બતાવી, છટકબારીના રસ્તા રાખી ચૂંટણી પંચના નિયમોની એસીતેસી કરીને આયોજનપૂર્વક ગેરનીતિ કરવામાં આવી છે જેની કાનૂની તપાસ થવી જોઈએ.
નરેન્દ્ર-ભુપેન્દ્ર ફેસબુક પેજની આ ગેરરીતિઓ, કૌભાંડ, છેતરપિંડી સામે આવ્યા પછી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નૈતિકતાના ધોરણે તાત્કાલિક મુખ્યમંત્રી પદ અને ધારાસભ્ય પદે રાજીનામું આપે.
અગાઉ જે પ્રકારે ઇન્દિરા ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ કરવામાં આવેલી, ખોટી રીતે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવામાં આવેલી કે જેમાં સુપ્રીમ કોર્ટથી ફટકાર લાગતા ભાજપ સરકારે પરત આપવી પડી એની સામે ભુપેન્દ્ર પટેલ વિરુદ્ધ ખુલ્લેઆમ પુરાવાઓ છે ત્યારે સમયાંતરે ભાજપનું પપેટ સાબિત થતા ચૂંટણી પંચની પણ કસોટી છે, જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો પહેલેથી જ વિશ્વસનીયતા ગુમાવી ચુકેલું ચૂંટણીપંચ હવે હાસ્યાસ્પદ સાબિત થઈ જશે, જરૂર પડ્યે જો કોર્ટ મેટર બને તો આશા છે કે ગુજરાતની અદાલતો પણ કાયદા અને નિયમોને જોતા ત્વરિત ચુકાદો આપી દાખલો બેસાડશે કે ન્યાયમાં વિલંબ કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે ધારાસભ્ય બનેલા તેમાં થયેલો અને જનમતના અપમાનમાં ચૂંટણી પંચની ભાગીદારીમાં કોર્ટમાં વિલંબ થતાં ૫ વર્ષનો સમય નીકળી ગયો હતો અને લોકશાહીની હત્યા સામે લોકશાહીની દરેક જાગીર જોતી રહી ગયેલી એવું ફરીથી નહીં બને તેવી ગુજરાત અને સમગ્ર દેશની મિડિયા પ્રત્યે પણ આશા છે કે આ મામલે પુરા પેપર્સ-પુરાવા અપાયા છે ત્યારે મીડીયા નિષ્પક્ષ કવરેજ આપી સવાલ ઉભા કરશે, ચર્ચા કરશે, નિષ્ણાતોના અભિપ્રાય અને હજુ વધુ રિસર્ચ સાથે નિયમોના આ ઉલ્લંઘનના પરિણામો અંગે ચર્ચા કરી જનતાને જાગૃત કરશે કે કેવી રીતે તમારા પર ચાલતી સરકારના વડા જ ચૂંટણીપંચ જોડે ગેરરીતિ થયેલ પ્રથમ દર્શીય દેખાઈ રહેલ છે.
પેજનું નામ ફેસબુક પેજ દ્વારા જાહેરાત ખર્ચની રકમ વિધાનસભા મતવિસ્તારમાં
ચૂંટણી ખર્ચની મહત્તમ
મર્યાદા ઉમેદવાર ભુપન્દ્ર પટેલ
દ્વારા દર્શાવવામાં આવેલ
કુલ ખર્ચ
નરેન્દ્ર ભુપેન્દ્ર ૫૫,૫૩,૯૪૦/-
૪૦,૦૦,૦૦૦/-
૧૮,૭૪,૦૪૯/-