ત્રણ સફળ સીઝન પછી ફરી એકવાર એકતાકપુર ત્યાર છે, તેના ફેમસ ટીવી સિરીઝ નાગિનની ચોથી સિઝન લઇને આવી રહી છે,નાગિન સિઝન 4,અત્યાર સુધી આ સિરિઝમાં મૌની રોય,અર્જુન બિજલાની,કરિશ્માતન્ના,સુરભિ જ્યોતિ,અનીતા હસનંદાની,રજત ટોક્સ અને પર્લ વી પૂરી જોવા મળ્યા હતા,થોડા સમય પહેલા એકતાએ નાગિન 4 બનાવવાનું એલાન કર્યું હતું,અને સમય-સમય પર એકતા શોને લઇને કોઇને કોઇ અપડેટ આપતી રહેતી હોય છે,નાગિન 4નો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમા નાગિન એક જંગલમાં શિવલિંગની પૂજા કરતી જોવા મળી રહી છે,નાગિન4ને લઇને મેકર્સએ મોટુ સસ્પેંસ બનાઇને રહ્યું છે,શોના ફેન્સ આ વખતની કહાની અને શોની નાગિન કોણ હશે તે જાણવા માટે આતુર છે,જ્યારે એક્તાએ આ શો બનાવવાની જાહેરાત કરી ત્યારે શોમાં હિના ખાન અને વિવેક દહિયા લીડમાં હોઇ શકે છે તેવી અફવા સામે આવી હતી,પરંતુ આ વાતની પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી……….