Connect with us

ભરુચ

ભરૂચ-ઇખર આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનેસન કેમ્પ યોજાયો

Published

on

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેતા લોકો નજરે પડયા હતા. સવારે આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો ઉત્સાહ પૂર્વક કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્રીજી લહેરની સંભાવનાઓના પગલે લોકો કોરોનાથી સુરક્ષિત રહે એ માટે રસીકરણ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. યુનુસભાઈ તલાટીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર રસીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. લોકોમાં જે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

તેને દૂર કરવા માટે રસીકરણ કાર્યક્રમ આયોજિત કરાયો છે. વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ માટે તેઓએ અનુરોધ કર્યો હતો. કપરા સમયે આરોગ્ય વિભાગના યોદ્ધાઑ પોતાના જીવના જોખમે ઝઝૂમી રહેલા છે, તો આપણે પણ સહકાર આપી રસીકરણના કેમ્પને સફર બનાવવા જોઇએ એમ તેઓએ જણાવ્યું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભરુચ

ભરૂચ-રાઈડ ફોર ગ્રીન સાયકલ રેલી યોજાઈ

Published

on

ભરૂચ ખાતે રાઇડ ફોર ગ્રીન સાયકલ રેલી યોજાઇ, હતી. જેસીઆઈ ભરૂચ અને ભરૂચ સાયકલીસ્ટ ગુપના સહયોગથી પર્યાવરણના રક્ષણ માટે સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ ડો.ભગુભાઇ પ્રજાપતી, જે.સી.આઈના પ્રમુખ જેસી જગદીશભાઈ પટેલ, અમૂલના માર્કેટિંગ હેડ જયસીલભાઈ મોદી તેમજ જેસી પુસ્કરભાઈ જોષી, જેસી મયુરિકાબેન રાજપુત, અને રાજવીરસીંહ ઠાકોરે ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલી ભરૂચ શહેરના આઇનોક્સ’ ઝાડેશ્વરથી ક્સક ‘સ્ટેશન, પાંચબતી, શક્તિતાથ સર્કલ થઈ માતરીયા તળાવ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં નારાયણ સ્કુલના વિદ્યાથીઓ અને ભરૂચ સાયકલીસ્ટ ગૃપના સભ્યો’ જેસીસના સભ્યો થઈ ૧૨૦થી વધુ સભ્યો જોડાયા હતા. રેલી સમાપન પ્રસંગે સૌને સર્ટીફીકેટ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમુલ તરફથી સૌને ફ્લેવર્ડ દુધની બોટલ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. પ્રોજેકટ ઈન્ચાર્જ જેસી જગત જોષી અને જેસી વિક ચેરમેન જેસી દીશા ગાંધી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

Continue Reading

ભરુચ

ભરૂચ : આમોદમાં ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સમાત સર્જાયો

Published

on

ભરૂચ જિલ્લાના આમોદમાં રાત્રીના સમયે બત્રીસી નાળા પાસે ખખડધજ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ વાહનોને ભારે નુકશાન થયું હતું. જેથી વાહનચાલકોમાં હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ ફેલાયો હતો. આમોદમાં બત્રીસી નાળા પાસે રાત્રીના સમયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ગાડી તેમજ બે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી આમોદ પોલીસે આવી ટ્રાફિક હળવો કરતાં ટ્રાફિક ખુલ્યો હતો.અકસ્માતમાં ત્રણેય વાહનોને ભારે નુકશાન થયું હતું. જેથી હાઇવે ઓથોરિટી સામે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો…

Continue Reading

ભરુચ

ભરૂચ :પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત

Published

on

ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિક થી કમ નથી તે વાતને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેનભાઈ ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે. યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન ૧૬ થી વધુ કૃષિ એવોર્ડ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના સરકાર દ્વારા મળ્યા છે. પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે. સાચી રીતે કહીએ તો ધીરેનભાઈ દેસાઈ પાણેથા ઝઘડિયા ભરૂચ ગુજરાતના જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે.

ધીરેનભાઈ દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલી આઇસીએઆર એવોર્ડ સેરેમની માં ભારત દેશના ચાર ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો છે, તેમાં ઝઘડિયા પાણેથા ગામના ધીરેનકુમાર ભાનુભાઈ દેસાઈ તથા કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના શ્રીમતી મનોરમા સિંહને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને એવોર્ડ સાથે સાથે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

Continue Reading
બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : શિહોર હાઇવે પર અકસ્માતમાં યુવાનનું મોત

સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા : ઇલોલની પ્રાથમિક શાળાને તાળાબંધી

ગુજરાત2 weeks ago

ગુજરાત : કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને તેમની બહેન વચ્ચે વારસાઈને લઇ ખેચતાણ

રાજકોટ3 weeks ago

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે મીઠાઇ અને ફરસાણનું વિનામૂલ્યે વિતરણ

ગુજરાત3 weeks ago

ભારત : ભારતના ક્યાં બે રાજ્યના લોકોને ગુજરાતમાં વેકસીનના બે ડોઝ વગર પ્રવેશ નહિ!

પંચમહાલ3 weeks ago

પંચમહાલ : સાથરોટા ગામે રમાતા જૂગારધાર પોલીસના દરોડા,૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા પંચમહાલ

રાજકોટ3 weeks ago

રાજકોટ : ધોરાજીના મોટી મારડગામે વરુણદેવને રીઝવવા યોજાયો વિશેષ યજ્ઞ

બનાસકાંઠા2 weeks ago

ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ

Trending

Copyright © 2019 - 2021 The Squirrel.