વડોદરાની ડભોઇ એમ.પી.સી દેશાઈ સ્કૂલ ખાતે પદવીદાન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધોરણ 1 માં પ્રેવેશ કરતાં કુલ 35 વિધ્યાર્થીઓ ને સર્ટિફિકેટ મુખ્ય મહેમાન શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ડભોઇ જે.સી.ટી. ગ્રૂપ સંચાલીત એમ.પી.સી.દેશાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 1 માં પ્રવેશ કરતાં 35 વિધ્યાર્થીઓ ને પદવીદાન સમરાંભ રાખી ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, ટ્રસ્ટી લોકેન્દ્રભાઈ વાસદીયા, આચાર્ય નિશાંતભાઈ કે.જી.વિભાગ ના આચાર્ય વૈદેહી શાહ, પ્રેમલભાઈ પટેલ સહિત ના મહાનુભાવો દ્વારા ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિનિયર કેજીના બાળકો એ ગ્રેજ્યુએશન કેપ અને સર્ટિફિકેટ આપતા બાળકો નો પ્રોત્સાહન માં વધારો થયો હતો આશરે 35 જેટલા બાળકો ધોરણ 1 માં પ્રવેશ કરશે ત્યારે આ પ્રસંગે વકીલ અશ્વીનભાઈ પટેલ દ્વારા બાળકો માં રહેલી પ્રતિભા ને ઉજાગર કરવા શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.