ડભોઇમાં કોરોનાનાં વધતા કેસોને પગલે પોલીસ સતત્ત એક્શન મોડમાં છે. ઉપર થી મળેલ આદેશ મુજબ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક લોકો પહેરે અને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અનુસંધાને આજ રોજ એ.પી.એમ.સી.મેદાન ખાતે ડભોઇના રિક્સા ચાલકો સાથે બેઠક કરી જરૂરી સૂચના આપી હતી સાથે સાથે નગરના વાહન ચાલકો અને એસ.ટી વિભાગને પણ માસ્ક વિના મુસાફરોને બેસવા ન દેવા સૂચના અપાઈ હતી. મળતી વિગત અનુસાર ડભોઇ નગર સહિત તાલુકામાં હાલ કોરોનાની સ્થીતી ચિંતા જનક છે.
રોજ બરોજ કેશોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા પોલીસને દરેક શેહરો નગરોમાં સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત કરવા આદેશ અપાયા છે. જે અનુસંધાને ડભોઇ પોલીસ પણ કાર્યરત સતત્ત 4 દિવસથી કામે લાગી છે. તેવામાં નગરમાં રિક્સાઓમાં તેમજ બજારો સહિત એસ.ટીમાં સોસિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક નું કોઈ પાલન કરતું ન હોય ડભોઇ પી.આઈ.જે.એમ.વાઘેલા, પી.એસ.આઈ.દેવાંગી કે.પંડ્યા, સહિત. પી.એસ.આઈ.વસાવા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ડભોઇ નગરમાં રિક્સા ચલાવતા રિક્સા ચાલકો અને યુનિયન સાથે એ.પી.એમ.સી.મેદાન ખાતે ખાસ બેઠક યોજી હતી.