વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ની ધમધમતી ભઠ્ઠીઓ પર વડોદરા શહેર પોલીસ તંત્રના પીસીબીના સ્ટાફે ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન મેળવી રેડ કરી હતી. આ રેડમાં દસ જેટલી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પાડી બનાવ સ્થળેથી 113 લીટર દેશી દારૂ તથા સાત હજાર ઉપરાંત દારુ ગાળવાનું ગોળ મળી કુલ રૂપિયા 20,640 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરમાં રોજબરોજ દેશી દારૂની થતી હેરાફેરી અને દેશી દારૂની ખેપ મારતા અને ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી ખેપ મારતા ખેપીયાઓના અકસ્માતને ધ્યાનમાં શહેર પોલીસ તંત્રના પીસીબી સ્ટાફે ધંધો કરતા અને દારૂ બનાવાતા ઉપર રેડ કરી હતી
અને આ રેડ દરમિયાન પોલીસે ભાલીયાપુરા, બિલ, તલસાટ, વડસર, રણોલી સહિત 10 જેટલા ગામોમાં સામૂહિક રેડ કરીને દેશી દારૂના અડ્ડા ઉપરથી 113 લીટર દેશી દારૂ તથા દેશી દારૂમાં વપરાતા અખાદ્ય ગોળ સહિત કુલ રૂપિયા 20,640 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા-પોલીસે ડ્રોનથી દારૂની ભઠ્ઠી પર રેડ
Leave a comment
Leave a comment