Connect with us

પંચમહાલ

પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Published

on

પાવાગઢ પોલીસ મથકના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને અરાદ ખાતેથી પાવાગઢ પોલીસેઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ આર.જે.જાડેજાને બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકના ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ની કલમ હેઠળ ગુનાનો નાસતો ફરતોઆરોપી ગોવિંદભાઈ મોહનભાઈ  બારીયા રહે.

Wanted accused of Panchmahal-Pavagadh police station arrested

અરાદ તાલુકા હાલોલ નાઓ અરાદ ગામે છે જે બાતમીનાઆધારે પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ આર.જે. જાડેજા પોલીસ કર્મચારીઓ રાજેશભાઈ,કેતનભાઇ અને ધર્મેન્દ્રસિંહ નાઓએ અરાદ ગામે પહોંચી બાતમી વાળા સ્થળેથી લેન્ડ ગ્રેબીંગના ગુનાના વોન્ટેડ આરોપી ગોવિંદભાઈને ઝડપી પાડી પોલીસ અધિક્ષક હાલોલ નાઓને સુપ્રત કર્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંચમહાલ

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં પંચમહાલની પાંચ બેઠકોની મતગણતરી પંચમહાલ શહેરમાં યોજાશે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ​​​​​​​

કાલોલમાં ભાજપના ઉમેદવાર જીત તરફ
હાલોલાના ભાજપના ઉમેદવાર જીત તરફ
​​​​​​​પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ
શહેરામાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની જીત
મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર 40 હજારની લીડથી જીત્યા
35 હજારની લીડથી ગોધરા બેઠકના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી વિજેતા
મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર ફરી એકવાર જીત તરફ

જિલ્લામાં સરેરાશ 68 ટકા મતદાન થયું હતું

પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

Continue Reading

પંચમહાલ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાઈ રહી છે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

કાલોલ બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ 19 હજાર મતથી આગળ
આઠ રાઉન્ડના અંતે ગોધરા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.કે રાઉલજી આગળ
હાલોલ બેઠક પર ભાજપ આગળ
મોરવા હડફમાં ભાજપ આગળ
કાલોલમાં ભાજપ આગળ
શહેરામાં ભાજપ આગળ
ગોધરામાં ભાજપ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના સી કે રાઉલજી ત્રીજા રાઉન્ડમાં આગળ
હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

મધ્ય ગુજરાતની 61 બેઠક પર ઈવીએમથી મતગણરી શરૂ થઈ ગઈ છે. 56 બેઠક પર ભાજપ આગળ છે. 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 2 બેઠક પર અન્ય આગળ છે. જેમાં મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યા છે. તો ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે. કાલોલ બેઠક પર કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ પાછળ છે અને આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા પણ પાછળ છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પાછળ છે. અમદાવાદની 20 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વડોદરાની 8 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ આગળ છે.

5 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 64.82 ટકા મતદાન થયું હતું. આ પહેલા 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મતદાન થયું હતું. આમ 2017ની ચૂંટણીની સરખામણીમાં મધ્ય ગુજરાતમાં 4.87 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. મધ્ય ગુજરાતમાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, ઘાટલોડિયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત પંચમહાલની મોરવાહડફ બેઠક પર મંત્રી નિમિષાબેન સુથારના ભાવિનો પણ ફેંસલો થશે. આજે મધ્ય ગુજરાતના તમામ 61 બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં પંચમહાલની પાંચ બેઠકોની મતગણતરી પંચમહાલ શહેરમાં યોજાશે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

શહેરા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 21 રાઉન્ડમાં થશે. જ્યારે મોરવા હડફ (ST) બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં, ગોધરા બેઠકની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં, કાલોલ બેઠકની 14 ટેબલ પર 23 રાઉન્ડમાં, હાલોલની 14 ટેબલ પર 25 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જિલ્લાની 5 બેઠકોની મતગણતરી કુલ 70 ટેબલ પર હાથ ધરાશે.

Continue Reading
Uncategorized18 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending