Connect with us

એન્ટરટેનમેન્ટ

હવે વેબસિરીઝ બેફામ નહીં રહી શકે , OTT પ્લેટફોર્મ – ડિજિટલ મીડિયા સરકારી નિયંત્રણ હેઠળ

Chintan Mistry

Published

on

કેન્દ્ર સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ડિજિટલ મીડિયા પણ હવે ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હસ્તક અને નિયંત્રણમાં રહેશે. ‘ફેક ન્યૂઝ’ને લઈને પત્રકારોની માન્યતા સમાપ્ત કરનારા વિવાદાસ્પદ આદેશ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યુલેટ કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે.

મંત્રાલયે આ માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે, જે મુજબ હવે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઇડર માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. સરકારે બુધવારે આદેશ જાહેર કરતા જણાવ્યું કે હવે ઓનલાઈન ફિલ્મો, ઓડિયો- વિઝ્યૂઅલ કાર્યક્રમો અને ઓનલાઈન સમાચાર અને કરન્ટ અફેયર્સના કન્ટેટ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયના હેઠળ આવશે.

મહત્વનું છેકે, દેશ ડિજિટલ થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ડિજિટલ પ્લેટ ફોર્મ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના હસ્તક કરવામાં આવ્યું છે. સરકારનો આ નિર્ણય તાત્કાલીક અસરથી લાગૂ કરવામાં આવ્યો છે. આદેશ મુજબ ઓનલાઈન વિષય વસ્તુ પ્રદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફિલ્મ અને દ્રશ્ય શ્રવ્ય કાર્યક્રમ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર સમાચાર અને સમસામયિક વિષય વસ્તુ સૂચના મંત્રાલયોના આધિન રહેશે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, સરકારના આ નિર્ણયથી હવે આગામી સમયમાં વેબસિરીઝમાં દર્શાવવામાં આવતા આપત્તિજનક દ્રશ્યો બોલ્ડ સીન્સ પર કાતર ફરી શકે છે.

એન્ટરટેનમેન્ટ

તારક મહેતા શોની જૂની સોનુનો બિકીની અવતાર…ઈન્ટરનેટ પર ફોટો વાયરલ…

Chintan Mistry

Published

on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને આ શોએ 3 હજાર એપિસોડ પુરા પણ કરી લીધા છે. આ શો હજી પણ દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.  આ બધાની વચ્ચે, શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી  ચર્ચામાં આવી છે.

નિધિ ભાનુશાળીએ શોને અલવિદા કહી દીધું છે અને તે આ દિવસોમાં શોને કારણે નહીં પરંતુ તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં છે.

નિધિ ભાનુશાળીએ તેના કેટલાક બિકીની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

https://www.instagram.com/p/CFw40UFBeId/?utm_source=ig_web_copy_link

 

Continue Reading

એન્ટરટેનમેન્ટ

બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને પકડ્યો ગુજરાતી મુરતીયો

Chintan Mistry

Published

on

બિગ બોસની રનર અપ અને બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લઈ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે હવે તેણે લગ્નના સમાચાર આપી સૌને ફરી એકવાર ચોંકાવી દીધા છે.

રુપેરી પડદાની હોટ અભિનેત્રી રહી ચુકેલ સના ખાનના લગ્ન ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે થયા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જેમાં સના ખાન અને મુફ્તી અનાસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સના ખાન કેક કાપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સના ખાન અને મુફ્તી અનાસના લગ્ન પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CH2h3dUB8-t/?utm_source=ig_web_copy_link

Continue Reading

એન્ટરટેનમેન્ટ

હવે બચ્ચન કહેશે…સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં દેખા તો કુછ નહીં દેખા….

Chintan Mistry

Published

on

બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે.

ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા…ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી માહિતી મુજબ, ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.

Continue Reading
નેશનલ8 hours ago

કોરોનાનો કહેર વધતા આ રાજ્યએ જાહેર કર્યુ નાઈટ કર્ફ્યૂ

બીઝનેસ10 hours ago

ભારતની આ સોશિયલ મીડિયા એપને ખરીદશે ગૂગલ, 1 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારી

વર્લ્ડ15 hours ago

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

વર્લ્ડ17 hours ago

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

નેશનલ18 hours ago

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

જાણવા જેવું1 day ago

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

અમદાવાદ2 days ago

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત2 days ago

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

ધર્મદર્શન4 weeks ago

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ3 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત4 weeks ago

ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા શંકરસિંહ બાપૂની નવી રણનીતિ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.