The SquirrelThe Squirrel

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Kid-Friendly Beaches: જો તમે બાળકો સાથે બીચની મુલાકાત લેવા માંગતા હોવ તો આ બીચની મુલાકાત લેવાનું પ્લાન કરો.

    Battery Tips: આ આદતો બગાડે છે સ્માર્ટફોનની બેટરી, ફોન ફાટી શકે છે, જાણી લો કેવી રીતે કરશો બચાવ

    2 વર્ષનો બાળક ગલી ગયો 8 સોય, આંતરડામાં પહોંચતા જ અનુભવ્યું ભયંકર દુખાવો, પછી થયો ચમત્કાર

    Facebook Twitter Instagram
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
      • રાજકોટ
      • જામનગર
      • ભાવનગર
      • મારું શહેર
        • કચ્છ
        • ખેડા
        • ગાંધીનગર
        • ગીર સોમનાથ
        • ડાંગ
        • છોટાઉદેપુર
        • જુનાગઢ
        • તાપી
        • દાહોદ
        • દેવભુમિ દ્વારકા
        • નર્મદા
        • નવસારી
        • પાટણ
        • પોરબંદર
        • પંચમહાલ
        • બનાસકાંઠા
        • બોટાદ
        • ભરુચ
        • મહિસાગર
        • મહેસાણા
        • મોરબી
        • વલસાડ
        • સાબરકાંઠા
        • સુરેન્દ્રનગર
        • અમરેલી
        • અરવલ્લી
        • આણંદ
    • ઇન્ડિયા
    • વર્લ્ડ
    • બીઝનેસ
    • ધર્મદર્શન
    • સ્પોર્ટ્સ
    • ઓટોમોબાઈલ
    • એન્ટરટેનમેન્ટ
      • બોલીવુડ
    • હેલ્થ
    Sunday, September 24
    The SquirrelThe Squirrel
    Facebook Twitter Instagram YouTube
    HOT TOPICS
    • જાણવા જેવું
    • ટેક્નોલોજી
    • નોકરી
    • વાયરલ
    • શિક્ષણ
    The SquirrelThe Squirrel
    You are at:Home»ગુજરાત»આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા
    ગુજરાત

    આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા

    Jignesh BhaiBy Jignesh Bhai12/09/202303 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    • ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫,૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

    • બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત ભાજપના અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

    • છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષ આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

    • ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલ જોરદાર પ્રતિસાદ.

    ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુનભાઈ રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

    ALSO READ  ભરૂચમાં સરકારનું કામ સ્વૈચ્છીક સંસ્થાઓ કરી રહી છે: 2500થી વધુ પૂરપીડિતોનું સ્થળાંતર

    ભાજપમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર સોલંકી હેમરાજજી મુળજી, ભાજપના આગેવાનઓ ઉપલાણા અશોકભાઈ, પરેશભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, ધવલભાઈ ચૌધરી, વિજયભાઈ રાજપુત, પ્રતાપજી રાજપુત, કોમલબેન ચાવડા સહિત ભાજપના આગેવાનો પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા.

    ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓનો શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.

    ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા શક્તિસિંહ ગોહિલના આહવાનને મળી રહેલા જોરદાર પ્રતિસાદના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવી ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષ આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલ ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારઓ અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે. ભાજપના કુશાસનમાં યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, ગુજરાતના લોકોના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી હોઈ જનહિતમાં ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના લોકોએ સમગ્ર પક્ષને કોંગ્રેસમાં વિલીન કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કરેલ છે.
    આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રદેશ પ્રવકતા હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

    ALSO READ  લગભગ 1100 બેન્ચ પર રહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, 500થી વધુ નિર્ણયો લખ્યા, હવે 370 પર છે સૌની નજર

    You Might Also Like:

    1. સુરતના આર્કિટેક્ટ નરેન્દ્રમોદીને જન્મદિવસની ભેટ માટે બનાવી 7200 હીરાથી બનેલી તસવીર
    2. જેમને એકલા છોડીને જતો રહ્યો હતો પરિવાર
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Previous ArticleWhatsApp કેવી રીતે આપમેળે ગ્રુપોને નામ આપે છે, અહીં જાણો કેવી રીતે કામ કરે છે ટેકનિક
    Next Article સપ્ટેમ્બરમાં આ સ્થળોની ટ્રીપ પ્લાન કરો, ફૂડથી લઈને નજારો સુધીની યાત્રા બની રહેશે યાદગાર
    Jignesh Bhai

    Related Posts

    ભાવનગરઃ નજીવી બાબતે હથિયારના ઘા ઝીંકીને યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

    22/09/2023

    ભરૂચમાં સરકારનું કામ સ્વૈચ્છીક સંસ્થાઓ કરી રહી છે: 2500થી વધુ પૂરપીડિતોનું સ્થળાંતર

    22/09/2023

    સુરત: CCTV અને હ્યુમન રિસોર્સ દ્વારા ઉકેલાયો હત્યાનો ભેદ, એવી શું વાત હતી કે મિત્રતા ભુલાઈ ગઈ?

    22/09/2023
    Add A Comment

    Leave A Reply Cancel Reply

    Entertainment

    તમને કેવી રીતે ખબર પડશે કે તમારી બનારસી સાડી અસલી છે કે નહીં? ફોલો કરો આ ટિપ્સ

    23/09/2023

    અક્ષય કુમારની મિશન રાણીગંજનું ટ્રેલર આ દિવસે રિલીઝ થશે, પાવરફુલ મોશન પોસ્ટરમાં જોવા મળી સ્ટાર કાસ્ટની ઝલક

    23/09/2023

    શહનાઝ ગિલે પૂછ્યું- તમે શું ઉખાડી નાખ્યું? એલ્વિશ યાદવે કરી દીધા ટ્રોલ

    22/09/2023

    ‘…હવે હું આ નહીં કરી શકું’, 3 ઈડિયટ્સ અભિનેતાના મૃત્યુ પર પત્ની થઈ ભાવુક

    22/09/2023

    Karwa Chauth 2023: કરવા ચોથ પર સાડીને બદલે આ આઉટફિટ્સ સ્ટાઈલ કરો, તમે અલગ દેખાશો.

    22/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • TikTok
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Gujarat Post

    ભાવનગરઃ નજીવી બાબતે હથિયારના ઘા ઝીંકીને યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

    By Jignesh Bhai22/09/2023

    ભરૂચમાં સરકારનું કામ સ્વૈચ્છીક સંસ્થાઓ કરી રહી છે: 2500થી વધુ પૂરપીડિતોનું સ્થળાંતર

    By Jignesh Bhai22/09/2023

    સુરત: CCTV અને હ્યુમન રિસોર્સ દ્વારા ઉકેલાયો હત્યાનો ભેદ, એવી શું વાત હતી કે મિત્રતા ભુલાઈ ગઈ?

    By Jignesh Bhai22/09/2023
    © 2023 TheSquirrel. Designed by BLACK HOLE STUDIO.
    • Gujju Media
    • HD Wallpaper
    • HD Wallpapers
    • Gujarati Entertainment

    Type above and press Enter to search. Press Esc to cancel.