Connect with us

અમદાવાદ

ઈસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જન્માષ્ટમી ઉત્સવની જોરશોરથી તૈયારીઓ શરુ વિવિધ પ્રકારનાં ફુલોથી શણગાર

Published

on

જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસને સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. તમામ મંદિરોમાં આ દિવસે વહેલી સવારથી જ લોકો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં દર્શન કરવા જતા હોય છે. ત્યારે અમદાવાદનાં ઈસ્કોન મંદિરમાં પણ દર વર્ષની જેમા આ વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે જન્માષ્ટમીની ઉજવણી દેશ ભરમાં કરવામાં આવશે ત્યારે આઠમ પૂર્વે પણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક મેળવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

 

 

 

મહત્વનું છે કે અનેક ભક્તો આઠમના દિવસે આખા દિવસ દરમિયાન ઉપવાસ કરશે અને કૃષ્ણ જન્મોત્સવ બાદ ચરણામૃત લઈ મોડી રાત્રે પોતાનો ઉપવાસ ખોલશે. જણાવી દઈએ કે આ એક માત્ર તહેવાર છે કે જેમાં ભક્તોને ભગવાનનાં બાળ અવતારનાં દર્શન કરવાનો અવસર મળતો હોય છે. ત્યારે જન્માષ્ટમીનાં અવસરને લઈને તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

અમદાવાદ

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

Published

on

By

કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ તેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક જ દિવસમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, તો બીજી તરફ ફિલ્મનું દમદાર ટાઇટલ સોન્ગ હિન્દુત્વ હૈ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. જી મ્યુઝીક પરથી રિલીઝ આ ગીતને અત્યાર સુઘી 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે.

ફિલ્મ “હિન્દુત્વ”ના પ્રમોશનને લઇને સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા આશીષ શર્મા, અભિનેત્રી સોનારિકા ભાદૌરિયા અને અંકિત રાજે પ્રોમોશનલ એક્ટિવિટી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રગુણભારતના સચિન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામે મીડિયા સાથે ખુલ્લા મને વાતચીત કરી અને આ ફિલ્મના સબ્જેક્ટ, વાર્તા અને સંગીતને લઇને પોતાની લાગણીઓ અને અનુભવો વહેંચ્યા હતા.

ફિલ્મના પ્રોડ્યુસર સચિન ચૌધરીએ જણાવ્યું કે અમને દર્શકો પર વિશ્વાસ છે કે લોકો “હિન્દુત્વ” જોવા જરૂર જશે. તેના ટ્રેલર અને ટાઇટલ ગીત બાદ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુત્વ એટલો ઉંડો વિષય છે કે બે-અઢી કલાકની ફિલ્મમાં તેને સમાવી શકાય નહી, તેથી તેનું નામ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” રાખવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો પાર્ટ 2 પણ આવશે.

આગામી ફિલ્મ “હિન્દુત્વ” પોતાના ટાઇટલને લઇને ચર્ચાંમાં રહી છે. અનૂપ જલોટાએ હિન્દુત્વમાં ન માત્ર એક ભજન ગાયુ છે, પરંતુ એક્ટિંગ પણ કરી છે. જયકારા ફિલ્મ્સ અને પ્રગુણભારત દ્વારા નિર્મિત આ ફિલ્મ કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં આશીષ શર્મા, સોનારિકા ભદૌરિયા, અંકિત રાજ, ગોવિંદ નામદેવ, દીપિકા ચિખલિયા, અનૂપ જલોટા, અગસ્ચ આનંદ, સતીશ શર્મા જેવા પ્રતિભાશાળી કલાકાર છે. ફિલ્મના નિર્માતા કરણ રાજદાન, સચિન ચૌધરી, કમલેશ ગઢિયા, સુભાષ ચંદ અને જતિન્દ્ર કુમાર છે. ફિલ્મના સહ નિર્માતા સુમિત અદલખા છે.

Continue Reading

અમદાવાદ

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

Published

on

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

 

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાની લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી ૨૦૨૨નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા નું સંચાલન કરાયું હતું. તેમાં જાહેરનામાથી લઈને મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

સ્કૂલમાંથી જ બાળકો ચૂંટણી પ્રક્રિયા જાણે તે જ આશયથી આ શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમ નું આયોજન વિશેષ પ્રકારે કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારો માં અને નિર્ણયો માં ભાગીદાર થાય.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

ત્યારે આજ હેતુસર લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણી પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ચૂંટણી માટે શાળાના વિદ્યાર્થીઓએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ચૂંટણી પૂરી થતા અલગ અલગ ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી

Continue Reading

અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

Published

on

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

એ વાત કોઈથી છૂપાયેલી નથી કે ડ્રાય સ્ટેટ ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard Drink)ની મજા માણવા માટે રાજસ્થાનના ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુ જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે  છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા પૂરી પાડવામાં આવેલા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ  કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર  સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં  મોકલવામાં આવે છે.

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

ARTO વિનીતા યાદવે જણાવ્યું હતું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20%થી 30% હિસ્સો ધરાવે છે.” પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ.”

Continue Reading
Uncategorized39 mins ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized1 hour ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized15 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized15 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized15 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized16 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized4 weeks ago

DRDOનો ઓફિસર પાકિસ્તાન માટે કરી રહ્યો હતો જાસૂસી! પોલીસે ધરપકડ કરી

Trending