ઐતિહાસિક પાલખી યાત્રા નીકાળવામાં આવી

admin
2 Min Read

અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં ઐતિહાસિક પાલખી યાત્રા  વેજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ  સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી જેમાં હજારો ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો ત્યારે વરસતા વરસાદ માં પાંચ હજાર થી વધુ ભાવિકોનો ગગન ભેદી હરહર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠેલ અને શહેરના મુખ્ય માર્ગો પર દર્શનીય નજારા જોવા મળ્યા હતા. શહેરમાં વેજનાથ મહાદેવથી પ્રસ્થાન થઈ સરદાર ચોક ખાતે મોટા પીરની દરગાહ પર ચાદર ચડાવી આગળ વધી પુષ્ટીમાર્ગીય હવેલી કૃષ્ણ મેળાપ તેમજ માણેક ચોક લાડનશાપીરની દરગાહ પર ચાદર ચડાવી રામજી મંદીર પુષ્પહાર કરી ખોડિયાર ચોક ખાતે માતાજી ને ધૂપદીપ પુષ્પ અર્પણ કરી રોકડીયા હનુમાનજી મંદીર પુષ્પહાર ચડાવી જૂની શાક માર્કેટ થયને મોટા બસ સ્ટેન્ડ ગેબનાશપીરની દરગાહ પર ચાદર ચડાવી પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ રોડ થી હરહર મહાદેવ ના જયઘોષ સાથે સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના પટાંગણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું .

જેમાં કોમી એકતાનો અદભુત સંદેશ આપતા પાલખી યાત્રાના રૂટ પર ઠેર ઠેર ચા શરબત પ્રસાદ પાણીની સુંદર વ્યવસ્થા કરતી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓએ પાલખી યાત્રાને સૂર્ય મુખી ધૂન મંડળના યુવાનો ગુલાબી યુનિફોર્મમાં ફૂલગુલાબી સેવા પાલખી યાત્રાના રૂટ પર પોલીસ હોમગાર્ડ જવાનોએ સતત ખડે પગે રહી ટ્રાફિક નિયમનની સુંદર સેવા આપ્યો હતો.ધર્મ ઉલ્લાસથી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ  પહોંચતી પાલખી યાત્રામાં ધર્મ સેવા સમર્પણ એકતા સામાજિક સંવાદિતાનો સુંદર સંયોગ જોવા મળ્યો હતો.

Share This Article