મહેસાણા જિલ્લાના કડીમાં થોડા સમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા કડી પોલીસના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સાથે કેટલાક કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડા બાદ છેલ્લા કેટલાક સમયથી કડીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો હતો, હવે શ્રાવણ માસમાં ફરી જુગારધામો નવા નવા કીમિયા અજમાવી જુગારધામ ચલાવી રહ્યા છે. આ જ રીતે દોડતી ટ્રકમાં ચાલતું જુગારધામ પોલીસના હાથે ઝડપાઈ ગયું છે અને 7 લોકોની અટકાયત કરવામાં આવી છે.
હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી લોહીલુહાણ લોકો દ્વારા કડીમાણમાં ખાનગી રીતે જુગારધામો ચલાવવામાં આવી રહ્યા છે, થોડા સમય પહેલા કડીમાણમાં મોટા જુગારધામો ઝડપાયા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે શહેરમાં દરોડા પાડી બેફામ ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવી હતી. પરંતુ હવે પ્રવૃતિઓ ધીમી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.લોકો નવીન તકનીકોનો ઉપયોગ કરીને પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. આવો જ એક જુગારધામ એવી રીતે ચાલતો હતો કે પોલસને શંકા પણ ન જાય તે ગત સાંજે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જેમાં કડી પોલીસના હેડ કોન્સ્ટેબલ સુહાસ, કોન્સ્ટેબલ પંકજકુમાર, રાજુ અને નિકુલકુમારે કડી-છત્રાલ રોડના આંખોલ પાટીયા પાસે બેટમીના અખારે વોચ ગોઠવી હતી.
જુગારની આ નવી તરકીબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં પોલીસે આયસરમાં જુગાર રમતા મુળ સુત્રખાર અને આયસર ટ્રક નંબર GJ 5 CU 4152 સહિત સાત જણાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે ચાલુ આઈસર ટ્રકમાં જુગાર રમી રહેલા આરોપી ભુરસિંગ રાજપૂત, ભાવેશ રામી, સૂરજ દરબાર, શૈલેષ પ્રજાપતિ, નવીન રામી, ભાવેશ રાવલ અને જયંતિ જોષીને પકડી પાડી રૂ.33,030 રોકડા તેમજ 9 ફોન અને આઈસર ટ્રક કબજે કરી હતી. અને પોલીસે કુલ રૂ.5,99,530 રોકડા કબજે કર્યા હતા.જથ્થા સાથે મુદામાલ કબજે કરી 7 લોકો સામે ગુનો નોંધ્યો હતો.