ગુજરાત હાઇકોર્ટમાં જ ચાર લોકોએ ફિનાઇલ ગટગટાવ્યું: આરોપીઓને જામીન મળતા કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સમગ્ર મામલો

Jignesh Bhai
2 Min Read

ગુજરાત હાઈકોર્ટમાં અરજદારોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. આરોપીના જામીન મંજૂર થતાની સાથે જ ચાર જેટલા અરજદારોએ કોર્ટ પરિસરમાં ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહિત ચાર લોકોએ કરેલા આપઘાતના પ્રયાસને પગલે કોર્ટ પરિસરમાં અરેરાટી મચી ગઈ હતી. જોકે, તરત જ ચારેય લોકોને નજીકની સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આપઘાતનો પ્રયાસ કરનાર ચાર લોકોમાં એક દંપતી પણ છે.

આ મામલે મળતી માહિતી મુજબ, બનાવવાની પૃષ્ઠભૂમિ એવી છે કે, એક દંપતી અને અન્ય બે વ્યક્તિઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી વ્યવસાય માટે મોર્ગેજ લોન માટે અરજી કરી હતી, બેંકમાં લોન પાસ થઈ ગઈ હતી પરંતુ પૈસા જમા થયા ન હતા. દંપતીનો હિસાબ. બાદમાં આ ચારેય લોકોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની લોનના પૈસા બેંકના લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભવાઈ અને મેનેજર અતુલ શાહ પાસે ગયા હતા. આ મામલે સુનાવણી ચાલી રહી હતી. જેમાં આરોપીના આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને નારાજ ફરિયાદીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જોકે એમ્બ્યુલન્સની મદદથી તમામને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોર્ટ પરિષરમાં આપઘાતના પ્રયાસ બાદ પોલીસ દ્વારા પંચનામા સહિની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આપઘાતનો પ્રયાસ કરનાર શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉં.વ.52 રહે. સી/504, કેશવ પ્રિય હોમ્સ નિકોલ, અમદાવાદ), જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ (ઉં.વ.50 રહે. સી/504, કેશવ પ્રીય હોમ્સ નિકોલ, અમદાવાદ), હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ (ઉં.વ.24 રહે. 1, ઉમિયાનગર ઘાટલોડિયા, અમદાવાદ), મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ (ઉં.વ.41 રહે. 443/2634, શુભલક્ષ્મીનગર સોસાયટી, જનતાનગર ચાંદખેડા, અમદાવાદ) છે.

Share This Article