ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપરજોયને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે તોફાન વધવાની ચેતવણી જારી કરી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તે ફરીથી ઝડપ મેળવી શકે છે. આ સાથે ગુજરાતમાં ભારે તોફાની મોજાઓ ભારે વિનાશ સર્જી શકે છે. IMDની આગાહી મુજબ, તે 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના બંદર શહેર કરાચી વચ્ચે ટકરાશે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે.
ગુજરાતના કચ્છમાં સાયક્લોન બિપરજોયની અસર જોવા મળી રહી છે. વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. એવો અંદાજ છે કે વરસાદ વધુ તીવ્ર બની શકે છે. વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.