અમદાવાદમાં મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો સમય

admin
1 Min Read

ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા લોકોની રજુઆત આધારે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો કંપની દ્વારા મેટ્રો રેલવો સમય સવારે 7 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કર્યો છે. 31 જાન્યુઆરી 2023થી અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મેટ્રો સવારે 9 થી સાંજના 8 વાગ્યા સુધી સેવા આપે છે હવે સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી સેવા આપશે.

ahmedabad-metro-time-change-know-the-new-time

મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને મેટ્રો કંપનીએ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં દર 18 મિનિટ અને ઉત્તર અને દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે હવે તેમાં ફેરફાર કરીને મુસાફરોને દર 15 મિનિટે મેટ્રો ટ્રેન એવા મળે તે પ્રકારનો નિર્ણય મેટ્રો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.

ahmedabad-metro-time-change-know-the-new-time

નોંધનીય છેકે, ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો રેલના ફેસ-1નું સમયપત્રક જે સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતો દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મેટ્રો રેલની સુવિધા અવિરત અને તેમને સરળતાથી મળી રહે એ માટે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Share This Article