રાજ્ય ભરમાં તલાટી મંત્રીઓ પોતાની પડતર મેંગોને લઈ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે. તેમજ સરકારને આવેદન આપી રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા રાજ્ય ભરના તલાટીઓ દ્વારા કાળી રીબીન બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ત્યાર આજરોજ માસ લીવ મૂકીને રાજ્ય વ્યાપી વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરાનાં તલાટીમંત્રીઓ જુદી જુદી માંગણીઓને લઈને રજા પર ઉતર્યા હતા. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી અને મહેસુલની કામગીરીનો બહિષ્કાર તલાટીમંત્રીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. માસ લીવ લઈ મોટી સંખ્યામાં તાલુકાપંચાયત કચેરી ખાતે તલાટી મંત્રી ભેગા થયા હતા. જ્યાં સુધી માંગણી નહી સ્વીકારાય ત્યાં સુધી કામ નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રાજ્ય ભરના તલાટી મંત્રીઓ પોતાની પડતર ૧૧ જેટલી માંગોને લઇ રાજ્ય વ્યાપી આંદોલન કરી રહ્યા છે.
