ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી : પવાર – સરકાર લાંબી નહીં ટકે : ગડકરી

admin
1 Min Read

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શુક્રવારે મુંબઈના નહેરુ સેન્ટરમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચાલી રહેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠક બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે મુખ્યમંત્રીના પદ અંગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે. સાથે જ તેમણે કહ્યું કે આ અંગેની વધું માહિતી શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં આપીશું. મુબઈમાં મળેલી બેઠકમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલ, પૃથ્વીરાજ ચૌહાણ, બાબાસાહેબ થોરાટ, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સુભાષ દેસાઈ, એકનાથ શિંદે, શરદ પવાર, જયંતિ પાટિલ અને પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ પહેલા શુક્રવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર બનવામાં હવે માત્ર થોડો જ સમય બાકી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી હોવા છત્તા સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેઓનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.

Share This Article