ગુજરાતના કચ્છ જિલ્લામાં બનેલી વસાહતના 400 ઘરોની છત, બારી-બારણા અને દરવાજાઓ રાતોરાત ચોરો ચોરી ગયા હતા. ગામના લોકોએ જ્યારે ઘરોની હાલત જોઈ તો પોલીસને માહિતી આપી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.ગુજરાતમાં 2001ના વિનાશક ભૂકંપ પછી, મહારાષ્ટ્ર સરકારે ભચાઉ તાલુકાના વોંધ ગામમાં રૂ. 40 કરોડના ખર્ચે સરદાર પટેલ નામની વસાહત બનાવી હતી. આ વસાહતમાં 800 મકાનો બનાવવામાં આવ્યા હતા. આ મકાનો એવા લોકોને દાનમાં આપવામાં આવ્યા હતા જેમના ઘર ભૂકંપમાં નાશ પામ્યા હતા.

તે જ સમયે, અહીં રહેતા મોટાભાગના લોકો તેમના ઘર છોડીને રોજગારની શોધમાં અન્ય સ્થળોએ ગયા હતા. અહીં 400 ઘર લાંબા સમયથી ખાલી હતા, જે ખંડેર બનવા લાગ્યા હતા. આ જોઈને ચોરોએ 400 ઘરોની છત, બારી અને દરવાજાની ચોરી કરી હતી. ચોરોએ ઘરોમાં પણ ઘણું નુકસાન કર્યું હતું. ચોરીની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે, કારણ કે આખી વસાહતમાંથી જૂના પંચાયત ઘર સહિત 400 મકાનોની છત, બારી-બારણા ગાયબ થઈ ગયા હતા.
ઘરોને મોટું નુકસાન થયું છે
સરપંચ રામજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, 2001ના ભૂકંપ બાદ મહારાષ્ટ્ર સરકારે અમારા ગામમાં 800 મકાનો બનાવ્યા હતા, ચોરોએ તે મકાનોમાંથી બારી-બારણા ચોરી કરીને મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.