ગર્વથી કહો ગુજરાતી છુ! જાણો દેશના અન્ય રાજ્યોમાં ગુજરાતીઓ કઈ રીતે ઓળખાઈ છે

admin
2 Min Read

ગુજરાતીઓની પહેચાન તો એકજ શબ્દ થી ઓળખી શકાય

ગુજરાતીઓનો ડંકો ભારત અને દુનિયામાં કંઇક અલગ જ વાગે છે

વ્યાપારી પ્રજા એટલે ગુજરાતી

આપણા ગુજરાતીઓનો ડંકો ભારત અને દુનિયામાં કંઇક અલગ જ વાગે છે પરંતુ  દેશના વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યુ કે, તેઓ ગુજરાતીઓને કઈ રીતે બીજા કરતા અલગ પાડે છે.

નામની પાછળ લગાડતા શબ્દ ભાઈઅને બેન

 ગુજરાતીઓની પહેચાન તો એકજ શબ્દ થી ઓળખી શકાય છે. ગુજરાતી પુરુષ પોતાના નામની પાછળ ‘ભાઈ’ અને સ્ત્રી પોતાના નામની પાછળ ‘બેન’ શબ્દ લગાડે છે. જયારે કોઈ પણ ગુજરાતી અન્ય વ્યક્તિને બોલાવે છે ત્યારે તેમના નામની પાછળ ‘ભાઈ’ કે ‘બેન’ શબ્દ જરૂર બોલે છે. જેમકે “ કેમ છો ધીરજભાઈ ? “

Proudly say I am a Gujarati! Know how Gujaratis are recognized in other states of the country

ગુજરાતી લોકનૃત્ય ગરબા

ગુજરાતીઓની આ એક આગવી ઓળખ છે. તેઓનું માનવું છે કે ગુજરાતીઓ નવરાત્રી સિવાય પણ ગમે ત્યાં ગમે ત્યારે ગરબા રમવાનું શરુ કરી દે છે.

વિનમ્ર અને શાંત લોકો

 બીજા રાજ્યોના લોકોનું માનવું છે કે ગુજરાતીઓ ખુબજ શાંત અને વિનમ્ર હોય છે. તેઓ કઈપણ વિકટ સમસ્યાનો શાંતિ થી નિરાકરણ લાવવામાં માને છે. ગુજરાતીઓની બોલી પણ મીઠી હોય છે.

Proudly say I am a Gujarati! Know how Gujaratis are recognized in other states of the country

ગુજરાતી ભોજન

 બીજા રાજ્યના લોકોનું માનવું છે કે ગુજરાતીઓનો ખોરાક એટલોજ જુદો હોય છે  જેટલું એનું નામ.. અને ગુજરાતીઓ જેટલા શાંત હોય છે તેલાજ એમના ભોજન ના વિચિત્ર નામ પણ હોય છે જેમકે

ફાફડા, થેપલા, ઢોકળા, પાતરા, ખમણ , વિગેરે

Proudly say I am a Gujarati! Know how Gujaratis are recognized in other states of the country

ભાવતાલ માં ઉસ્તાદ

 દેશના ગમે તે સ્થળ પર જ્યાં ગુજરાતીઓ જાય તો ત્યા નાનામાં નાની વસ્તુની પણ ખરીદી કરતી વખતે ભાવ-તાલ જરૂર કરે છે. એતો સાચું ને ભાઈ ગુજરાતીઓ બચતમાં માનનારી પ્રજા છે. અને માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવી હોઈ કે વિરાટ મશીનની ભાવ-તાલ તો કરવોજ પડે

વ્યાપારી પ્રજા

ભારત જ નહિ દુનિયાના દરેક લોકો એ માન્યું છે કે વ્યાપારી પ્રજા એટલે ગુજરાતી. જેને ૫ રૂપિયાના ૫ અબજ રૂપિયા કઈ રીતે બનાવવા તેની આવડત છે. એટલેજ તો ગુજરાતી બિઝનેશમેનો નો ડંકો સમગ્ર દુનિયામાં વાગે છે. ધીરુભાઈ અંબાની,જમશેદજી તાતા,અજીમ પ્રેમજી, ગૌતમ અદાની જેવા તો કેટલાયે.

 

 

Share This Article