જો તમે ઘર બનાવી રહ્યા છો અથવા ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, સિમેન્ટ કંપનીઓ દ્વારા દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા અપડેટ હેઠળ, સિમેન્ટ કંપનીઓએ અમુક વિસ્તારોમાં સિમેન્ટની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ બેગ સુધીનો ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ માંગના અભાવે સિમેન્ટ કંપનીઓએ રેટ ઘટાડી દીધા છે. કિંમતમાં ઘટાડાથી પસંદગીના રાજ્યના લોકોને તેનો લાભ મળશે.
સિમેન્ટ કંપનીઓએ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં સિમેન્ટના દરમાં ઘટાડો કર્યો છે. આ અંતર્ગત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં સિમેન્ટના ભાવમાં ઘટાડો થયો છે. તમિલનાડુમાં સિમેન્ટની થેલીમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ સિમેન્ટના ભાવમાં ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશમાં પણ એક બોરી પર 20 થી 30 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલંગાણાના બજારમાં પણ આ જ રીતે ભાવ ઘટ્યા છે.
મળતી માહિતી મુજબ સિમેન્ટ કંપનીઓએ નબળી માંગને કારણે ભાવમાં ઘટાડો કર્યો છે. માંગમાં ઘટાડો થવાથી સિમેન્ટ કંપનીઓ પાસેનો સ્ટોક વધ્યો છે. સિમેન્ટ કંપનીઓએ સ્ટોક ક્લિયર કરવા માટે ભાવમાં ઘટાડો કર્યો છે. નબળી માંગની સાથે સ્પર્ધા પણ એક મોટું કારણ છે, જેના કારણે સિમેન્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીના બજારમાં સિમેન્ટનો દર 400 રૂપિયા પ્રતિ થેલી છે.