જિલ્લામાં વધ્યા કોરોનાનાં કેસ, આરોગ્ય કેન્દ્રનાં ડોકટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

admin
1 Min Read
Coronavirus blood test . Coronavirus negative blood in laboratory.

જૂનાગઢ જિલ્લામાં સહુ પ્રથમ કોરોના વાઇરસની એન્ટ્રી થઈ હતી. સહુ પ્રથમ જ બે કોરોના પોઝીટીવ કેશ ભેંસણમાં નોંધાયા હતા. આપને જણાવી દઈએ કે, જૂનાગઢ જિલ્લો હાલ સુધી ગ્રીન ઝોન તરીકે હતો.  ત્યારે કોરોના એ હવે જુનાગઢને પણ બાકાત નથી રાખ્યું.  કોરોનાનો કહેર સમગ્ર જગ્યા એ વર્તાઈ રહ્યો છે.  ત્યારે જુનાગઢમા પ્રથમ જ બે કોરોના પોઝીટીવ કેશ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

તેમજ ભેસાણ શહેરી આરોગ્ય સેન્ટરના આરોગ્ય ડોકટર અને ચોકીદારને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.  જેમને ભેસાણથી જુનાગઢ લાવવામાં આવ્યા હતા. તેમજ ભેસાણ શહેરી આરોગ્ય કેન્દ્રના ડોકટરના પરિવારના પણ સેમ્પલો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ ભેસાણ સરકારી શહેરી આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વેકરિયા અને ચોકીદાર બન્નેના રિપોર્ટ  કોરોના પોઝીટીવ આવ્યા હતા.  વધુમાં સુરતથી આવનાર કોઈ વ્યક્તિ દ્વારા ચેપ લગાડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Share This Article