જૂનાગઢના ગીર જંગલમાંથી ઝડપાઇ મધ્યપ્રદેશની ચંદનચોર ગેંગ

admin
1 Min Read

સાસણ ગીરના ભોજદે વિસ્તારમાં ચંદનના વૃક્ષોનું કટિંગ થયાનું વન વિભાગને ધ્યાને આવતા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવીને એક જ રાતમાં ચંદનનું કટિંગ કરવામાં સંડોવાયેલ મધ્યપ્રદેશની આખી ગેંગને ઝડપી લીધી છે. હાલ વન વિભાગે 13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

Chandanchor gang of Madhya Pradesh caught from Gir forest of Junagadh

આ મુદ્દે જૂનાગઢ સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, સોમવારની રાતે ભોજદે વિસ્તારમાં ગીર પશ્ચિમ વિભાગના સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન અમુક ચંદનના ઝાડમાં કાપા મારેલા હોવાનું નજરે ચડ્યું હતું, જેને લઈને બાદમાં વન વિભાગના સ્ટાફે તે રાતે ટ્રેપ ગોઠવી હતી, અને તેમાં એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો, અને અન્ય વ્યક્તિઓ નાસી ગયેલા હતા, જેને પકડવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને વેરાવળ, તાલાળા, જેતલસર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરીને એક જ રાતમાં કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Chandanchor gang of Madhya Pradesh caught from Gir forest of Junagadh

તમામ મધ્યપ્રદેશના વતની
જેમાં 13 મહિલા અને 8 પુરુષોનો સમાવેશ થાય છે, તે બધા મધ્યપ્રદેશના વતની છે, અને તેઓ અહી જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષો કાપવા આવ્યા હતા.

પોલીસે ગેંગની વધુ તપાસ હાથ ધરી
પોલીસ હજુ આ ગેંગમાં કોણ-કોણ છે તે અંગે તપાસી કરી રહી છે. આવતી કાલે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે

Share This Article