પંચમહાલ : ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં શહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત પ્રથમ કારોબારી બેઠક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ ઠરાવો કરી આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી, સાથે જ વિધાનસભાની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાની સાથે કોરોનાની ત્રીજી લહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પ્રજાની વચ્ચે જઈ મદદરૂપ થાય તે માટે પણ માર્ગદર્શન દર્શન અપાયું હતું,

તો યોજાયેલ કારોબારી બેઠકમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા લોકોને યાદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ચૌહાણ,જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીઆ, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મણીબેન રાઠોડ,જિલ્લા યુવા મોરચાના મહામંત્રી કૃપાલસિંહ પરમાર,શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, શહેરા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ નગરપાલિકાના સભ્યો અને તાલુકાના સરપંચો સહિત શહેરા તાલુકા અને નગરના ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article