પચમઢી એટલે સુંદર અને શાનદાર નજારાઓથી ભરપૂર સ્થળ

admin
4 Min Read

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તે સુંદર કૂદરતી સ્થળોની મુલાકાત લે. દરેક બાળક કે જુવાન કે પછી વૃદ્ધની પણ એવી ઇચ્છા હોય છે કે તે વાદળો અને પહાડોની વચ્ચે પ્રકૃતિના ખોળામાં રમે, જ્યાં સુંદર ફૂલો હોય, વૃક્ષો હોય, નદીઓ હોય, ઝરણા હોય, તળાવ હોય વગેરેમાં તે ખોવાઇ જાય. તો પછી મિત્રો શું આ વેકેશનમાં આપે ક્યાંય જવાનું પ્લાનિંગ કર્યું છે?

જો આપ આપના વેકેશનને યાદગાર બનાવવા ઇચ્છતા હોવ તો આપે મધ્યપ્રદેશમાં આવેલા સુંદર હિલ સ્ટેશન પચમઢીનો પ્રવાસ ચોક્કસ ખેડવો જોઇએ. પચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં આવેલું છે. અત્રે આવીને આપ અહીંના શાંત વાતાવરણમાં, લીલોતરીમાં, સંગીતમય ઝરણા અને કલ કલ વહેતી નદીયોમાં ખોવાઇ જશો. સાથે સાથે પચમઢીમાં આપ શિવશંકરના ઘણા મંદિરોના પણ દર્શન કરી શકશો. આપને જણાવી દઇએ કે કૈલાશ પર્વત બાદ પચમઢીને જ ભગવાન શિવનું બીજું ઘર માનવામાં આવે છે. તો ચાલો મિત્રો તૈયાર થઇ જાવ મધ્યપ્રદેશના સુંદર હિલ સ્ટેશન અને તીર્થસ્થળની યાત્રા કરવા માટે.

Pachmarhi means a place full of beautiful and magnificent views

પ્રિયદર્શિની પોઇંટ

પચમઢી સતપુડા પર્વતમાળાની સૌથી ઊંચું સ્થળ છે પ્રિયદર્શિની પોઇંટ. અત્રેથી પ્રવાસીઓ પચમઢીના સુંદર નજારાઓને મન મૂકીને જોઇ શકે છે. આ સ્થળ પરથી ઢળતા સૂરજને જોવો એક અનોખો આનંદ હોય છે.

પાંડવ ગુફાઓ

પાંડવ ગુફાઓ એક નાનકડી પહાડી પર બનેલ છે જે પાંચ ગુફાઓ છે. આ ગુફાઓ બૌદ્ધો દ્વારા 9મી 10મી સદીમાં બનાવવામાં આવી હતી. આ પાંચ ગુફાઓના કારણે જ આ પર્વતનું નામ પચમઢી પડ્યું. આ ગુફાઓમાં ગુપ્તકાળની કલાત્મક શૈલી બખૂબી ઢબે જોઇ શકાય છે.

મહાદેવ ગુફા

મહાદેવ ગુફા એક તીર્થ સ્થળ છે, જ્યા ભગવાન શિવના ભક્તો ચોક્કસપણે આવે છે. જો આપ અત્રે આવો તો આ ગુફાની મુલાકાત ચોક્કસ લેજો. મહાદેવ ગુફામાંથી અવિરત જળ વહેતું રહે છે અને આ ગુફા લગભગ ત્રીસ મીટર લાંબી છે. ગુફાની અંદર શિવલિંગ બનેલું છે.

Pachmarhi means a place full of beautiful and magnificent views

મઘમાખી ઝરણું

પચમઢીનું આ સુંદર ઝરણું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર જ નહીં પરંતુ આ ઝરણાના પાણી પર અહીંનો વિસ્તાર નિર્ભર છે. આ ઝરણા સુધી આપ સરળતાથી પહોંચી શકો છો. આ ઝરણું નદીમાં પડતા ખૂબ જ આકર્ષક દેખાઇ આવે છે.

ચૌરાગઢ

પચમઢીના દર્શનીય સ્થળ તથા તીર્થ સ્થળોમાં એક છે ચૌરાગઢ. જ્યાં ભગવાન શિવની એક વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અત્રે શિવજીનું મંદિર છે અને ભક્તોની અત્રે ભીડ રહે છે.

સતપુડા રાષ્ટ્રીય પાર્ક

સતપુડા રાષ્ટ્રીય પાર્ક પચમઢીમાં 524 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે. આપ અત્રે અનેકો પક્ષીયોના ઘર જોઇ શકશો. સાથે સાથે અત્રે ટાઇગર, દીપડો, હરણ વગેરે જોવા મળશે.

Pachmarhi means a place full of beautiful and magnificent views

અપ્સરા વિહાર

અપ્સરા વિહાર પચમઢીનું ખૂબ જ સુંદર તળાવ છે, જે એક નાનકડા ઝરણાથી બનેલ છે. આ તળાવની પાસે લગભગ 30 ફૂટ ઊંચું ઝરણું છે, જેનું પાણી આ તળાવમાં પડે છે. અત્રે બેસીને આપ સુંદર દ્રશ્યોને માણી શકો છો.

તામિયા

પચમઢીના સુંદર દર્શનીય સ્થળોમાંથી એક છે તામિયા. જે પોતાના અદભૂત દ્રશ્યોથી પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે જ તો પ્રવાસીઓ અત્રે કલાકો સુધી નજારાઓનો આનંદ માણતા દેખાય છે. અત્રે એક ખૂબ જ સુંદર સનસેટ પોઇંટ પણ છે. અત્રેથી આપ સૂર્યાસ્તનો સુંદર નજારો જોઇ શકો છો.

કેવી રીતે પહોચવું

પચમઢીથી નજીકનું હવાઇમથક ભોપાલનો રાજાભોજ હવાઇમથક છે. જે અત્રેથી 195 કિમી દૂર છે. અત્રેથી આપને દિલ્હી, મુંબઇ, અમદાવાદ માટે ફ્લાઇટ મળી રહેશે.

Pachmarhi means a place full of beautiful and magnificent views

રેલમાર્ગ દ્વારા

પચમઢીથી નજીકનું રેલવે સ્ટેશન હાવડા-મુંબઇ ટ્રેક પર જબલપુર રેલ લાઇન પર પડે છે, જે પિપરિયામાં છે. આ રેલવે સ્ટેશન પચમઢીથી 47 કિમીના અંતરે આવેલું છે.

સડક માર્ગ

પચમઢી આવવા માટે મધ્યપ્રદેશ તમામ માર્ગોથી સારી રીતે જોડાયેલું છે. પચમઢી સુધી પહોંચવા માટે મધ્યપ્રદેશ માર્ગ પરિવહન નિગમ દ્વારા ખાનગી બસો પણ જોડાયેલી રહે છે. સાથે જ ભોપાલ, પિપરીયા અને નાગપુરથી નિયમિત બસો અને ટેક્સિયો પણ મળી રહે છે.

ક્યારે જવું પચમઢી

આમ તો પચમઢી કોઇપણ સમયે કોઇપણ ઋતુમાં જઇ શકાય છે, પરંતુ પ્રવાસીઓની દ્રષ્ટિએ જૂન માસથી લઇને ઓક્ટોબર માસ સુધી ક્યારેય પણ જઇ શકાય છે. આ ઉપરાંત દશેરા, નવરાત્રિ વગેરેમાં પણ જઇ શકો છો.

 

Share This Article