બનાસકાંઠા : ડીસા તાલુકાના થેરવાડા ગામે કોવિડ 19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

સમગ્ર વિશ્વમાં જ્યારે કોવિડ.19 કોરોના ની મહામારી હોય ત્યારે સરકાર શ્રી દ્રારા આમ જનતાનું આરોગ્ય સુખમય અને તંદુરસ્ત રહે તે માટે સરકાર શ્રી ની ગાઈડલાઇન મુજબ કોરોના સંક્રમણને ડામવા માટે સરકાર દ્રારા ગામડે ગામડે રસીકરણ કાર્ય ક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ડીસા તાલુકાના થેરવાડા ગામમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

તેમજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દેવ સાહેબશ્રી તેમજ આર સી એચ ઓ ડો. જીજ્ઞેશ હરિયાની સાહેબશ્રી તેમજ ભડથ પ્રા. આ.કે.ના મેડિકલ ઓફિસરશ્રી ડો.મેમણ ભાઈના માર્ગદર્શન હેઠળ 18 વર્ષ થી ઉપર ના લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીબેન તેમજ આરોગ્ય.કાર્યકર પીયૂષભાઈ તેમજ આશાવર્કર રમીલા બેન ટી બારોટ થેરવાડા સરપંચ શ્રી અજરણ ભાઈ ચૌધરી ના સહકારથી રસીકરણ કરવામાં આવ્યું અને કોરોના અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.હતું

Share This Article