બાંગ્લાદેશનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ

admin
1 Min Read

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે જે અંતિમ પડાવ પર છે. આ સિરીઝ બાદ ભારતની આગામી મેચો બાંગ્લાદેશ સામે ભારતમાં જ રમાવાની છે. ત્યારે સિરીઝ અગાઉ બાંગ્લાદેશના ક્રિકેટર્સ સ્ટ્રાઈક પર ઉતર્યા છે. તેમણે ક્રિકેટ બોર્ડ સમક્ષ પોતાની 11 શરતોની માંગણી કરી છે અને તે પૂરી ન થાય ત્યાં સુધી ટીમ ક્રિકેટ નહીં રમે. જેના કારણે તેની માઠી અસર પડશે. આ અંગે પત્રકાર પરીસદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર ખેલાડી શાકિબ અલ હસન, મહમ્મદુ્લ્લાહ, મુશફિકર રહીમ સિવાય અન્ય ખેલાડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે બીસીબીના નિઝામુદીન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમને ખેલાડીઓની માંગ વિશે જાણ્કારી મળી છે અને આ અંગે બોર્ડૃ઼ સાથે પણ આ વિશે ચર્ચા કરીશું અને જલ્દીથી તેમના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું. ઉલ્લેખનીય છે કે આગામી મહિનાની 3 સપ્ટેમ્બરથી ભારતના ઘરઆંગણે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 અને ટેસ્ટ સિરિઝ યોજાવાની છે.

 

Share This Article