ભરૂચ : ચોરીની 21 મોટરસાયકલ રિકવર કરી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના બે આરોપીને રાજપારડી પોલીસે ઝડપી પાડયા

admin
1 Min Read

ચોરીની 21 મોટરસાયકલ રિકવર કરી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ટોળકીના બે આરોપીને રાજપારડી પોલીસે ઝડપી પાડયા હતા. મળતી વિગત અમુસાર ભરૂચ જિલ્લાના રાજપાડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવ તેમજ પોલીસ સ્ટાફ સાથે ગતરોજ રાજપારડી સારસા ડુંગરના તળાવ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઈસમો ચોરીની મોટર સાયકલ સાથે મળી આવતા પોલીસની પૂછપરછમાં તેઓએ ભાંગી પડ્યા હતા. અને તેઓના સાગરીતો સાથે કામરેજ, બારડોલી, પલસાણા, ગણદેવી, સુરત, વલસાડ, રાજપારડી વિસ્તારોમાંથી આશરે ૧૯ જેટલી મોટરસાયકલની ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગામ નજીક આવેલા જંગલોમાં છુપાવી હતી.

 

 

રાજપારડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવે પોલીસ ટીમ બનાવી મધ્યપ્રદેશના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ દરમિયાન ૨૧ મોટર સાયકલ કબ્જે કરી હતી.આ ઉપરાંત ભરૂચ જિલ્લા, સુરત, કામરેજ, પલસાણા, જોલવા, ગંગાધરા, વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મોટર સાયકલ ચોરી કરી પોતાના સાગરિતો દ્વારા વતનમાં વેચી હોવાનું તેઓએ કબૂલ્યું હતું. પોલીસે કરણ જબરિયા તોસમર તેમજ પીન્ટુ શંકર તોમર બન્ને રહે. દારજા જિ. અલીરાજપુર (M P) નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Share This Article