ભારતમાં કોરોનાએ પકડ્યું જોર! PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

admin
1 Min Read

દેશમાં હવે કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. પીએમ મોદી પણ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. દરમિયાન આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે.

PM મોદીએ આજે ​​સાંજે 4.30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં કોવિડ સંબંધિત સ્થિતિ અને તેની સાથે લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

Corona took hold in India! High level meeting called by PM Modi

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,134 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સક્રિય કેસ હવે વધીને 7,026 થઈ ગયા છે. આ દરમિયાન કોરોનાને કારણે પાંચ લોકોના મોત પણ થયા છે. દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

દેશમાં પણ કોરોના સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.64 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 102.73 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. આ સિવાય 95.19 કરોડથી વધુ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે 22.71 કરોડથી વધુ લોકોને સાવચેતીના ડોઝ પણ આપવામાં આવ્યા છે.

Share This Article