ભારત- ૧૧ ઓક્ટોમ્બરે મહારાષ્ટ્ર બંધની જાહેરાત

admin
1 Min Read

મહા વિકાસ આઘાડી ગઠબંધન એટલેકે NCP, કોંગ્રેસ અને શિવસેનાના ત્રણેય સભ્યોએ 11 ઓક્ટોબરે લખીમપુર ખેરી ઘટના સામે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું કર્યું છે. જેની જાહેરાત રાજ્યના જળ સંસાધન પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા જયંત પાટીલે જણાવ્યું હતું. આ માહિતી આપતું ટ્વિટ ANIએ બુધવારે કર્યું હતું. આ પહેલા બુધવારે, મહારાષ્ટ્ર કેબિનેટે લખીમપુર ખેરીમાં ખેડૂતોના મોત અંગે દુ:ખ વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે મંત્રીઓ આદરની નિશાની તરીકે મૌન રહ્યા હતા.

અને મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા. પાટીલે મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવા ઠરાવ રજૂ કર્યો હતો જેને મહેસૂલ પ્રધાન અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ અને ઉદ્યોગ પ્રધાન અને શિવસેનાના નેતા સુભાષ દેસાઈ દ્વારા સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખેરીમાં રવિવારે થયેલી હિંસામાં મૃત્યુ પામેલા આઠ લોકોમાંથી ચાર ખેડૂત હતા, કથિત રીતે આ વિસ્તારમાં એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના સ્વાગત માટે મુસાફરી કરી રહેલા ભાજપના કાર્યકરો દ્વારા ચાલતા વાહનો દ્વારા નીચે કચડાયા હતા.

Share This Article