મેઘાલય વિધાનસભામાંથી પાંચ ધારાસભ્યોનું રાજીનામું, NPPમાં જોડાવાની અટકળો

admin
1 Min Read

ધારાસભ્યો કિમ્ફા એસ મારબાનિયાંગ (કોંગ્રેસ), એસજી અસમાતુર મોમીનિન (એનપીપી), હેમ્લેટસન ડોહલિંગ (પીડીએફ), જેસન સોમકેઈ માવલોંગ (પીડીએફ), સેમલિન મલંગિયાંગ (એચએસપીડીપી) એ મેઘાલય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. મેઘાલયના સૂચના અને જનસંપર્ક નિર્દેશાલયે સોમવારે આ માહિતી આપી છે.

આ પહેલા ગુરુવારે ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનારાઓમાં કેબિનેટ મંત્રી હેમ્લેટસન ડોહલિંગ પણ સામેલ હતા. ડોહલિંગ, જેમણે કોનરાડ સંગમા સરકારમાં IT અને કોમ્યુનિકેશન્સ પોર્ટફોલિયો સંભાળ્યો હતો, તે પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (PDF) ધારાસભ્ય હતા અને પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં માયાલિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા.

five-mlas-resign-from-meghalaya-assembly-speculation-to-join-npp

અન્ય પીડીએફ ધારાસભ્ય જેસન સોકેમી માવલોંગ, જેઓ રી ભોઈ જિલ્લામાં ઉમસીનિંગનું પ્રતિનિધિત્વ કરે છે અને હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એચએસપીડીપી)ના ધારાસભ્ય સામલિન મલંગિયાંગે પણ તેમના રાજીનામા સબમિટ કર્યા છે. મલંગિયાંગ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહ્યોંગ મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ મેટબાહ લિંગદોહે સ્વીકાર્યું હતું.

સૂત્રોનો દાવો છે કે ત્રણેય સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)માં જોડાઈ શકે છે. પીડીએફ અને એચએસપીડીપી બંને રાજ્યમાં એનપીપીની આગેવાની હેઠળના શાસક મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (એમડીએ)નો ભાગ છે. આ પહેલા બુધવારે એનપીપી ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર એસજીઇ મોમીન વિપક્ષી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Share This Article