રતન ટાટાનું નામ બધાએ સાંભળ્યું હશે અને તેમની ચેરિટીની વાતો તો બધા જાણે છે. રતન ટાટાએ 21 વર્ષના અર્જુન દેશપાંડેને સફળ બિઝનેસમેન બનાવવામાં મદદ કરી હતી અને આજે અર્જુને 500 કરોડ રૂપિયાની કંપની બનાવી છે. 16 વર્ષની ઉંમરે તેમણે લોકોને સસ્તી દવાઓ આપવા માટે આ કંપની શરૂ કરી હતી, જેથી દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની દવાઓ સરળતાથી ખરીદી શકે.
રતન ટાટાની મદદથી અર્જુને ‘જેનેરિક આધાર’ નામની કંપની શરૂ કરી. આ કંપનીની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ સાથે તેની ફ્રેન્ચાઈઝી પણ આપવામાં આવી રહી છે.
90% સસ્તી દવાઓ ઉપલબ્ધ છે
રતન ટાટા મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપને પ્રારંભિક મદદ પૂરી પાડવા આગળ આવ્યા. આજે દેશભરમાં ‘જેનેરિક આધાર’ની ઘણી ફ્રેન્ચાઈઝી ચેન છે. આ કંપની દ્વારા લોકોને 90 ટકા સુધી સસ્તી દવાઓ મળી રહી છે.
5 રૂપિયા પ્રતિ સ્ટ્રીપમાં દવાઓ ઉપલબ્ધ છે
‘જેનરિક આધાર’ કંપનીને પ્રમોટ કરવા માટે, તેમણે વચેટિયાઓને દૂર કરવાનો નિર્ણય લીધો હતો, જેથી સસ્તી દવાઓ જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે. આ રીતે દવાની કિંમત ઘટશે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા 110 પ્રતિ સ્ટ્રીપ વેચવામાં આવે છે, તે જેનરિક આધાર આધાર માત્ર 5 રૂપિયા પ્રતિ સ્ટ્રીપમાં વેચી રહી છે.
તમને જણાવી દઈએ કે અર્જુનનો વીડિયો ટેડ ટોક પર આવ્યો હતો, જે બાદ તેનો વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયો જોઈને રતન ટાટાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. વિડિયો જોયા પછી તે ખૂબ જ પ્રેરિત થયો. આજે જેનરિક આધારના દેશભરમાં 2,000 થી વધુ સ્ટોર્સ છે.
વધુ માહિતી આપતાં અર્જુને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય દેશના વૃદ્ધો અને પેન્શનરોને સસ્તી દવાઓ આપવાનો છે. કંપનીનું કહેવું છે કે આગામી દિવસોમાં તે ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, નવી દિલ્હી, ગોવા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 1000 ફાર્મસીઓ સાથે ભાગીદારી કરશે અને સસ્તી દવાઓનું વેચાણ કરશે.