અમદાવાદમાં રથયાત્રા પૂર્વે અમદાવાદ જાણે યુપી-બિહાર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્રાઇમ બ્રાંચ અને એસઓજી સતત હથિયારના જથ્થા સાથે આરોપીને ઝડપી રહી છે. સતત ઘણા દિવસથી ક્રાઇમ બ્રાંચ અને એસઓજી પિસ્તોલ, દેશી તમંચા સાથે ખતરનાક આરોપીને ઝડપી રહી છે ત્યારે ગઇ કાલે પણ અસારવા થી પિસ્તોલ અને નવ જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અસારવા વિસ્તારમાંથી પિસ્તોલ અને નવ જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અસારવા પ્રભુનગર સોસાયટી પાસે શૈલેશ ઉર્ફે ટોટિયો ડાભી નામનો શખ્સ ઊભો છે. જેની પાસે પિસ્તોલ અને કારતૂસ છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને શૈલેશને કોર્ડન કરી લીધો હતો. શૈલેશની જડતી લેતાં તેની પાસેથી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં. રોલો મારવા માટે શૈલેશ તેની સાથે પિસ્તોલ રાખતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એસઓજીએ શૈલેશની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી છે.
આરોપીનો ગુનાહીત ઇતીહાસ-
આરોપી અગાઉ વર્ષ-૨૦૧૪ માં સોલા હાઇકોટ પો.સ્ટે. માં રૂપિયા ૭૫ લાખની આંગડીયા લુંટમાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ફરિયાદીને પિસ્તોલથી ગોળી મારી તેની પાસેની રોકડ રકમ ભરેલ બેગની લુંટ કરેલ હતી.
વર્ષ-૨૦૧૩ માં કછ ભુજ સીટી ખાતે આંગડીયા પેઢીની લુંટના ૦૧ ગુનામાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ભુજ બસસ્ટેન્ડ ખાતેથી ફરિયાદી પાસેથી
રૂપિયા ૨૫ લાખ રોકડ રકમ ભરેલ થેલાની લુંટ કરેલ હતી.
વર્ષ-૨૦૧૪ માં કછ ભુજ સીટી ખાતે આંગડીયા પેઢીની લુંટના ૦૧ ગુનામાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ફરિયાદીને ભુજ ખાતેથી અપહરણ કરી
શંખેશ્વર પાસે છરીઓના ઘા મારી ફરિયાદીને ખેતરમાં નાખી દઇ રોકડ રકમ તથા સોનાના દાગીના કિમંત. ૮૫ લાખની લુંટ કરેલ હતી.
