રાજકોટમાં બાલાજી વેફરના ગોડાઉનમાં મોડી રાત્રે બની લૂંટની ઘટના, લૂંટારુ લાખો રોકડ લઇ ફરાર

admin
1 Min Read

રાજકોટની માધાપાર ચોકડી પાસેના બાલાજી વેફરના ગોડાઉનમાં લૂંટની ઘટના સામે આવી છે. ચોકીદારને બંધક બનાવીને કેટલાક ઇસમોએ 1.90 લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, માધાપર ચોકડી પાસે બાલાજી વેફરનું ગોડાઉન આવેલું છે. ગઇકાલે રાત્રીના સમયે ચોકીદાર એકલા હતા એ સમયે કેટલાક ઇસમો ત્યાં આવ્યા હતા અને ચોકીદારને બંધક બનાવી દીધો હતો.

late-night-robbery-incident-at-balaji-wafer-godown-in-rajkot-robber-absconded-with-lakhs-of-cash

ચોકીદારને બંધક બનાવીને છરી બતાવી ગોડાઉનની ઓફીસમાં ઘૂસ્યા હતા. ઓફીસમાં રહેલી 1.90 લાખની રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે જાણ થતાં ગોડાઉનનો જવાબદાર સ્ટાફ ત્યાં આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ચોકીદારની પૂછપરછ કરવામાં આવી હતી અને ગાડાઉનમાં રહેલા સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article