રાજકોટ માટે વધુ એક સારા સમાચાર, વધુ ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

admin
1 Min Read

રાજકોટમાં કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી વધુ ૪ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેઈટ ૪૯.૨ % છે. મહત્વનુ છે કે, સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.  ત્યારે રાજકોટ શહેરમાં કોરોના સામેની મહાલડતમાં સરકાર,  તંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસોના ઉત્સાહવર્ધક પરિણામો મળી રહયા છે.

રાજકોટમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૪ દર્દીઓ કોરોના વાઇરસને હરાવીને સંપૂર્ણ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થવાનો રેશિયો ૪૯.૨ % થયો છે. જે ખુબ જ નોંધપાત્ર ગણી શકાય. આ ઉપરાંત આ પ્રકારના હકારાત્મક ડેવલોપમેન્ટથી સૌનો જુસ્સો અને ઉત્સાહ વધ્યો છે.  તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

 

Share This Article