રાજકોટ: વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો

admin
1 Min Read

રાજકોટ જીલ્લાના ધોરાજી માં નગરપાલિકાનાં ભાડાં પેટે ચાલતી દુકાનો અસહ્ય ભાડું વધારાતા વેપારીઓ માં રોષ ભભૂકી ઊઠ્યો અને નગરપાલિકા હાય હાય નાં નારા લગાડીને ધોરાજી ડેપ્યુટી કલેકટર ને અને નગરપાલિકાનાં પ્રમુખ ને લેખીતમાં વધારે અસહ્ય વધારા સામે વિરોધ કર્યો જે વેપારીઓ નું સો રૂપિયા ભાડું હતું તેનું એક હજાર રૂપિયા કે તેનાથી પણ વધારે ભાડું કરી નાખતાં વેપારી મંડળ માં રોષ ભભૂકી ઊઠ્યો.

ધોરાજી નગરપાલિકા ની ભાડાં પેટે ચાલતી દુકાન આશરે 292 દુકાનો આવેલી છે જે ઘણાં સમય થી જે ભાડું ચાલતું હોય જેમાં અચાનક અસહ્ય ભાડું વધારાતા વેપારીઓ માં ને દિવાળી પહેલાની ભેટ તંત્ર દ્વારા આપવામાં આવી કોઈ અને કોઈ નોટિસ અગાઉ આપ્યા વગર જ બધી દુકાનો નો ભાવ વધારો કરતાં દુકાન દારમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને પહેલા નગરપાલિકા ત્યાર બાદ ડેપ્યુટી કલેકટરને રજુઆત કરાઈ અને આ જે વધારો કરવામાં આવ્યો છે તેનાં વિરોધમાં પહેલા સુત્રોચ્ચાર કર્યો અને લેખીતમાં રજુઆત કરી હતી.

Share This Article