વૈષ્ણવ સમાજમાં છવાયો શોકનો માહોલ! વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું વડોદરામાં નિધન

admin
2 Min Read

વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠાધીશ્વર, કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લીધા. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને પણ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવા વિનંતી કરવામાં આવી હતી. વૃજેશકુમાર જી પુષ્ટિમાર્ગમાં ચાર વેદ અને સંસ્કૃત વ્યાકરણ સહિત અત્યંત વિદ્વાન વિદ્વાન હતા.

shock-in-vaishnav-society-vaishnavacharya-vrajeshkumar-maharaj-passed-away-in-vadodara

તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસોથી વધુ ગ્રંથોની રચના કરી હતી અને તેઓ રાજસ્થાની ભીંતચિત્રના નિષ્ણાત હતા. હાલમાં તેઓ મથુરા, ગોકુલ, જતીપુરા, અદાવડમાં રાયપુર, આણંદ અને વડોદરામાં બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિત 132 મંદિરો પર નિયંત્રણ ધરાવતા હતા.

સનાતન હિંદુ ધર્મ તથા પુષ્ટિ સંપ્રદાયના ચમકતા સુર્ય સમાન ઋષિતુલ્ય બ્રહ્મર્ષિ તૃતીય પીઠાધીશ કાંકરોલી નરેશ પુ. પા. ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ નિત્યલીલામાં પ્રવેશ કર્યો. પુષ્ટિ સંપ્રદાય માટે તો એક યુગ આથમી ગયો. તેઓ સરકારશ્રીના હુલામણા નામથી ભક્તોમાં પ્રિય હતા.

shock-in-vaishnav-society-vaishnavacharya-vrajeshkumar-maharaj-passed-away-in-vadodara

વૈદિક અને ભક્તિ પરંપરાના અગાધ જ્ઞાનના મહાસાગર એવા પુ. સરકારશ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની ચારે વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, પુરાણો, શ્રીમદ ભાગવત જેવા સનાતન હિંદુ ધર્મના મૂળ ગ્રંથો પર અતુલનીય મેધાવી પકડ હતી. પુ. સરકારશ્રીએ સંસ્કૃત ભાષામાં અગણિત સ્તોત્રની રચના કરીને પુષ્ટિ સંપ્રદાય માટે ઐતિહાસિક વારસો છોડીને ગયા છે. સંસ્કૃત ભાષામાં હજારો શ્લોકની રચના કરીને તથા પુષ્ટિ સંપ્રદાયના અનેક ગ્રંથો પર ભાષ્ય અને ટીકાઓ કરીને સંપ્રદાયના જ્ઞાનના વારસાને સમૃદ્ધ કર્યો છે. તમામ ધર્મો અને સંપ્રદાયો પર તેમનું જ્ઞાન અનોખું હતું.

વૈદિક અને ભક્તિ પરંપરાના ગ્રંથોમાં જ્ઞાન-પ્રચુર કરવામાં પુ. સરકારશ્રીનો ફાળો અદ્વિતીય રહ્યો છે. શ્રીમદ ભાગવત પુરાણ પર તેમનું જ્ઞાન અગાધ મહાસાગર જેવું હતું.

Share This Article