શું છે સાઇબર સ્ટોકિંગ અને તેનાથી કેવી રીતે બચી શકાય

admin
5 Min Read

સાઇબર સ્ટોકિંગ એ એક પ્રકારનો ગુનો છે. સાઇબર સ્ટોકિંગમાં સ્ટોકર હુમલાખોર તરીકે પણ ઓળખાય છે જે ગુનો કરે છે અને તે જેતે વ્યક્તિને હેરાન કરે છે.સાઇબર સ્ટોકિંગ મૂળ તો સાઇબર ક્રાઇમનોજ એક ભાગ છે. સાઇબર સ્ટોકિંગ ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા સાથે વિશેષ સંબંધ ધરાવે છે. પીછો કરવાનો અર્થ સ્ટોકિંગ થાય છે.કોઈપણ સોશિયલ મીડિયાની મદદથી અથવા અન્ય વેબસાઈટમાં કોઈ પણ વ્યક્તિના ઓનલાઈન ઈતિહાસને બ્રાઉઝ કરીને તે વ્યક્તિ વિશે જાણવું તેને સ્ટોકિંગ કહેવામાં આવે છે.

સ્ટોકિંગ કેવી રીતે થાય છે?

એક રીતે સ્ટોકર જે તે વ્યક્તિને સતત તેના ઘર તેની આસપાસના બજાર વગેરે જગ્યાએ જે તે વ્યક્તિને ફેલો કરે છે અને સ્ટોકર તે વ્યક્તિને વારંવાર મેસેજ મોકલીને, બ્લેન્ક ફેન કોલ્સ કરીને કે અન્ય રીતે ધમકી આપે છે. પરંતુ, સાઇબર સ્ટોકિંગમાં જે તે વ્યક્તિ ઈન્ટરનેટ અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક મીડિયાનો ઉપયોગ કરે છે. ઉપરાંત તે સોશિયલ મીડિયા મારફતે કે ઈ-મેલ અથવા એસએમએસ દ્વારા પણ તે વ્યક્તિનો પીછો કરતો જણાય છે. અલબત્ત, તે તેને આ બધા માધ્યમો દ્વારા હેરાન પરેશાન કરતો જણાય છે.

what-is-cyber-stalking-and-how-to-be-safe

સાઇબર સ્ટોકિંગના કેસોને ભારતીય કાયદાની અંદર કેવી રીતે હાથ ધરવામાં આવે છે?

સાઇબર સ્ટોકિંગ એ વ્યક્તિ દ્વારા આચરવામાં આવતો એક ગંભીર પ્રકારનો ગુનો છે, જેને સ્ટોકર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં દર વર્ષે આ ગુનાનો શિકાર થયેલા લોકો દ્વારા ઘણા કેસ દાખલ કરવામાં આવે છે. સાઈબર સ્ટોકિંગનો અર્થ જ એ છે કે તમારી દરેક ઓનલાઈન ગતિવિધિ પર કોઈની નજર છે. આ સાઈબર સ્ટોકર જૂનો મિત્ર, પ્રેમી કે નવો લવ ઇન્ટરસ્ટ અથવા તો કોઈ અજાણી વ્યક્તિ પણ હોઈ શકે છે. ભારતમાં મોટેભાગે આવા કેસ પુરુષો કરતાં સ્ત્રીઓ દ્વારા વધુ કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે લગભગ 60% સ્ત્રીઓ સ્ટોકિંગનો ભોગ બને છે. ભારતમાં સાઇબર સ્ટોકિંગના કેસ માહિતી ટેક્નોલોજી અધિનિયમ 2000, ફેજદારી કાયદો (સુધારો) અધિનિયમ 2013 દ્વારા હાથ ધરવામાં આવે છે.

ભારતમાં સાઇબર સ્ટોકિંગની વર્ચ્યુઅલ રિયાલિટી

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પ્લેટફેર્મ લોકોને એકબીજા સાથે જોડાવા અને એક ક્લિકથી એકબીજાની માહિતીને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત ટેક્નોલોજીમાં અમુક છટકબારીઓ છે જે ગુનેગારોને ઍક્સેસની આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાની મંજૂરી આપે છે, જે સાઇબર ગુનાઓ તરફ્ દોરી જાય છે.

સાઇબર સ્ટોકિંગમાં કોઈની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર દેખરેખ, ધમકીઓ, ઓળખની ચોરી, ડેટાની ચોરી, તેમના ડેટાને બનાવટી બનાવવી વગેરેનો સમાવેશ થાય છે. સાઇબર સ્ટોકિંગેમાં વ્યક્તિ અનિવાર્યપણે અને ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ પર કોઈની દરેક પ્રવૃત્તિ પર નજર રાખતી હોય છે.

what-is-cyber-stalking-and-how-to-be-safe

સાઇબર સ્ટોકર્સ ઇન્ટરનેટ પર જે તે વ્યક્તિનો પીછો કરવા એટલે કે તેને ફોલો કરવા માટે બહુવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાં જીસ્જી, ફેન કૉલ્સ, ઇ-મેલ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફેર્મનો સમાવેશ થાય છે. તે તો જગજાહેર છે કે, સોશિયલ મીડિયા વેબસાઈટ અને મોબાઈલ એપ્સને યૂઝર્સની અંગત માહિતી જેવી કે તસવીરો, સરનામું, સંપર્કો અને ઠેકાણાંની ઍક્સેસ હોય છે. સાઇબર સ્ટોકર્સ જે તે પીડિતને ધમકાવવા, બ્લેકમેલ કરવા અથવા પ્રત્યક્ષ સંપર્ક કરવા માટે આ માહિતીનો દુરુપયોગ કરી શકે છે.

સાઇબર સ્ટોકર્સ વ્યક્તિને ચેઈઝ કરવા માટે ઈ-મેલનો પણ વિશેષ રીતે ઉપયોગ કરે છે. સ્ટોકર હેકિંગ દ્વારા વ્યક્તિના ઈ-મેલ એકાઉન્ટની ઍક્સેસ મેળવીને તેનો ઉપયોગ ધમકીભર્યા અથવા અશ્લીલ સંદેશા કે ફોટા મોકલવા માટે કરી શકે છે.

2012માં દિલ્હી ગેંગરેપ કેસ પછી ભારતીય દંડસંહિતામાં ફેજદારી કાયદો (સુધારા) અધિનિયમ, 2013 દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને IPCમાં કલમ 354D ઉમેરવામાં આવી હતી. ભારતીય દંડસંહિતાની કલમ 353-357 ભારતમાં પીછો કરવાના કાયદા પ્રદાન કરે છે અને પીછો કરવાના ગુના માટે સજાની જોગવાઈ પણ કરે છે.

what-is-cyber-stalking-and-how-to-be-safe

ઇન્ફેર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66A જણાવે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ માહિતી મોકલવા માટે કમ્પ્યૂટર સંસાધન અથવા સંદેશાવ્યવહાર ઉપકરણનો ઉપયોગ કરે છે જે અપમાનજનક હોય અથવા જોખમકારક હોય તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

સાઇબર સ્ટોકિંગ સામે સલામતી માટેની કેટલીક મુખ્ય ટિપ્સ

  • સોશિયલ મીડિયામાં અજાણ્યાઓ તરફ્થી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં.
  • તમારી સોશિયલ મીડિયા પ્રોફઇલની સમીક્ષા કરો અને અપડેટ કરો.
  • તમારી સોશિયલ મીડિયા ગોપનીયતા સેટિંગ્સની સમીક્ષા કરો અને તમારા પાસવર્ડ વારંવાર બદલો.
  • તમારા કમ્પ્યૂટર અને મોબાઇલ ઉપકરણ (ફેન અને ટેબ્લેટ) ને સુરક્ષિત કરવા માટે સમય કાઢો.
  • ક્યારેય એટેચમેન્ટ્સ ખોલશો નહીં અથવા ઈ-મેલમાંની લિંક પર ક્લિક કરશો નહીં.
  • સોશિયલ મીડિયામાં કંઇપણ પોસ્ટ કરતા વિશેષ કાળજી રાખો.
Share This Article