સાબરકાંઠામાં લોકડાઉનનાં લીરેલીરા ઉડયા, બજારોમાં જોવા મળી ભીડ

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લાના છેવાડા એવા પોશીના તાલુકા મથકે લોકડાઉનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ શનિ, રવિ, સોમ એમ ત્રણ દિવસ માટે પોશીનાનુ બજાર સંપૂર્ણ બંધ હતુ અને બજાર ખુલતા જ તાલુકાના લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. મહત્વનુ છે કે, પોશીના તાલુકામાં મોટા ભાગનો આદિવાસી સમાજ છે.

તેમને હાલના સમયમાં પોતાના ખેતરોમાં તૈયાર પાક લઈને વાહન વ્યવહાર બંધ હોવાથી પાચ કે દસ કિલો અનાજ ખભે લઈને પોશીના બજારમાં વેચીને તેના બદલામાં પોતાના માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે ઉમટી પડયા હતા. તેમજ અહી સોશિયલ ડીસ્ટન્સ તથા માસ્કનો થોડો અભાવ જોવા મળ્યો હતો.

જેથી પોશીના ગ્રામ પંચાયતના તલાટી પોતાની ટીમ દ્વારા રુ.200/- દંડ ઉઘરાવતા પણ નજરે પડયા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં સાબરકાંઠાનાં પોશીના બજારમાં લોકોની ભીડ જોવા મળી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું અભાવ જોવા મળ્યું હતું.

Share This Article